ગુજરાત અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહયું છે કેન્દ્ર સરકારનાં વડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ ચાલતી સરકાર દ્વારા પ્રજા વિકાસનાં કાર્યોને આગવી શૈલીની ઓપ આપેલ છે. એટલું જ નહી કોરોના કાળમાં પણ ઝડપથી બીજી લહેરમાં કાબુ મેળવવા માટેનો રસીકરણનો કાર્યક્રમ ઘડી કાઢી દેશવાસીઓને રસીકરણ કરવામાં આવી રહયું છે. તો બીજી તરફ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં વડપણ હેઠળની ગુજરાત સરકાર પ્રજા લક્ષી કાર્યો તેમજ વિકાસલક્ષીનાં એક પછી એક પ્રોજેકટ મુકી અને વિકાસ કાર્યોને વેગ આપવામાં આવી રહયો છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો ગુજરાત સરકાર તેમજ પ્રવાસન વિભાગ દ્વારા જૂનાગઢ શહેરનાં પુરાતત્વ સ્થળોને વિકાસની નવી દિશા બતાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા તેમજ પ્રવાસન વિભાગ દ્વારા અનેક વિકાસ કાર્યો હાથ ધરાયા છે જેમાં રોપ-વે પ્રોજેકટ પ્રવાસી જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. આગામી દિવસોમાં ઉપરકોટ, મકબરો વગેરેનું પણ રીનોવેશન પુર્ણ થયા બાદ લોકાર્પણ કરવામાં આવનાર છે. સમગ્ર રાજયમાં વિકાસની નવી યાત્રા ગુજરાત સરકાર દ્વારા ચાલી રહી છે ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની સરકારે સુશાસનનાં પાંચ વર્ષ પુર્ણ કરેલ છે ત્યારે આ સરકાર દ્વારા પાંચ વર્ષની કામગીરીનું સરવૈયુ અંતર્ગત ઉજવણીનો એક માહોલ ઉભો કરવામાં આવનાર છે. જૂનાગઢ સહિત રાજયભરમાં આ કાર્યક્રમો અંતર્ગત આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં ૧ ઓગષ્ટ, રવિવારે જ્ઞાનશકિત દિન, ર ઓગષ્ટ સોમવારે સંવેદના દિન, ૪ ઓગષ્ટ બુધવારે મહિલા સશકિતકરણ દિન, ૭ ઓગષ્ટ, શનિવારે ગરીબ ઉત્કર્ષ દિન અને તા. ૮ ઓગષ્ટ, રવિવારે શહેરીજન સુખાકારી દિન ઉજવવામાં આવશે. રાજય સરકારનાં પાંચ વર્ષ પુરા થતાંના અવસરે તા. ૧ ઓગષ્ટથી ૯ ઓગષ્ટ સુધી અલગ અલગ સરકારી કાર્યક્રમો યોજાશે અને પ્રજાલક્ષી કામગીરીનાં ઉત્સવો યોજાશે. સરકારની આ પાંચ વર્ષની કામગીરીનાં વિકાસ કાર્યો અંગેની નોંધ પણ જાહેર જનતા સમક્ષ મુકવામાં આવશે અને આ કાર્યક્રમ અંતર્ગત હાલ તૈયારીને ઓપ આપવામાં આવી રહયો હોવાનું જાણવા મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews