જૂનાગઢ : એન.આર. વેકરીયા માસ્ટર ઓફ લો કોલેજનું ગૌરવ : સંસ્થાની  બે વિદ્યાર્થિનીઓને મુખ્યમંત્રીના હસ્તે ગોલ્ડ મેડલ તથા પદવી એનાયત

0

જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન જે.જે.સી.ઇ.ટી. ટ્રસ્ટ સંચાલિત એન.આર. વેકરીયા માસ્ટર ઓફ લો કોલેજના એલ.એલ.એમ.ની ઉર્વશી દેવમુરારી અને નીલમબેન ડાંગર બંને વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જે અંતર્ગત તાજેતરમાં કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આયોજિત પ્રથમ પદવીદાન સમારોહમાં  બંને વિદ્યાર્થીનીઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા કુલપતિ ડો. ચેતન ત્રિવેદીના હસ્તે સુવર્ણચંદ્રક તથા ડિગ્રી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ તકે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, વિભાવરીબેન દવે અને રમેશભાઈ ઓઝા પણ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ દ્વારા બંને વિદ્યાર્થીનીઓને બિરદાવી ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી. તેમાં ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઈ વેકરીયા, ઉપપ્રમુખ સુરેશભાઇ વેકરીયા, ટ્રસ્ટી તેજભાઈ વેકરીયા તેમજ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. મગનભાઈ ત્રાડા, એલ.એલ.એમ. કોલેજના પ્રિન્સિપાલ ડો. નિરંજના મહેતા, લો કોલેજના પ્રિન્સિપાલ ડો. પરવેઝ બલોચ, ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડો. સાંઈ શિવમ, એમ.બી.એ.ના પ્રિન્સિપાલ ડો. મુનશી તથા એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ મિરલબેન મોણપરા અને તમામ કોલેજના પ્રાધ્યાપકો તેમજ ટ્રસ્ટ પરિવાર વતી બંને વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!