જૂનાગઢમાં માનસિક દિવ્યાંગો દ્વારા બનાવેલી રાખડીનું પ્રદર્શન

0

આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન જૂનાગઢમાં સારવાર અને તાલીમ લેતા માનસિક દિવ્યાંગો દ્વારા જાતે બનાવેલી રાખડીનું પ્રદર્શન અને જથ્થાબંધ વેંચાણ ચાલું કરવામાં આવેલ છે. રાખડીની કિંમત માત્ર રૂપિયા ૫થી લઈને ૨૦ સુધીની જ રાખવામાં આવેલ છે. ૫૦ નંગ કે તેથી વધુ રાખડીની ખરીદી ઉપર કન્સેશન કરી આપવામાં આવશે. લોકલ કે બહાર ગામના લોકો મિનિમમ ૫૦ નંગ કે તેથી વધુ રાખડીની ખરીદી ઓનલાઇન પણ કરી શકશે. રાખડી પ્રદર્શન આશાદીપ સેન્ટર, પહેલા માળે, રેડક્રોસ બિલ્ડીંગ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે સવારે ૧૦ થી  ૫ (કામના દિવસોમાં) યોજાય રહેલ છે. વધુ વિગત માટે મો.નં. ૯૪૨૬૩ ૭૨૨૬૧નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!