જૂનાગઢમાંથી દોઢ વર્ષ પહેલા થયેલ ચોરીનાં આરોપીને ઝડપી લેતી તાલુકા પોલીસ

0

જૂનાગઢ તાલુકા પોલીસે દોઢ વર્ષ પહેલાના વણશોધાયેલ ચોરીનાં ગુનામાં એક શખ્સને ચોરીનાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.  જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષ પહેલા ચોરી થયેલ બે એલજી કંપનીનાં એસી, એક એલઈડી ટીવી ચોરાયાની ફરીયાદ નોંધાતાં સોનારડી ગામની સીમમાંથી મુસ્તાક આમદભાઈ પલેજાને એલજી કંપનીનાં એસી નંગ-ર, ૪ર ઈંચનું એલઈડી ટીવી મળી કુલ રૂા. ૬ર૦૦૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી નાંખવામાં આવ્યો હતો.  આ કામગીરીમાં પીએસઆઈ પી.વી. ધોકડીયા, બી.એ. રવૈયા, એમ.બી. મકવાણા, અજયભાઈ પારઘી, દિપકભાઈ ચૌહાણ, વિક્રમભાઈ પરમાર, પરેશભાઈ વરૂ, રાહુલભાઈ રાસીંગભાઈ, સુભાષભાઈ કોઠીવાળ વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!