અંબાજી માતાજીનાં દર્શન કરી ભાવવિભોર બનતા મંત્રી કિશોર કાનાણી

0

જૂનાગઢ ગિરનાર ઉપર બીરાજમાન જગત જનની માં અંબાજી માંની શક્તિ પીઠ અંબેમાંના દર્શન કરવા પધારેલા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીએ માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા મહંત તનસુખગીરી બાપુ અને મહંત ગણપતગીરી બાપુ વતી મંદિરના પૂજારીઓએ મંત્રીને પૂજા-અર્ચન સાથે માતાજીની ચૂંદડી પ્રસાદ રૂપે પહેરાવી રૂડા આશિર્વાદ આપ્યા હતા. ગિરનાર ઊપર પહેલી વખત પધારેલા મંત્રી કાનાણીએ મંદિરનો મહિમા અને મંદિર પરિસરના વિકાસ માટે અને યાત્રિકોની સુખાકારી માટે સરકાર કટીબધ્ધ છે તેવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મંત્રી સાથે શહેર ભાજપનાં પદાધિકારીઓમાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે. મેયર હિમાંશુ પંડ્યા, પ્રદીપભાઈ ખીમાણી, જ્યોતીબેન વાછાની, ર્નિભય પુરોહિત, પુનીત શર્મા, ઉષા બે્રકોનાં યજ્ઞેશભાઈ જાેશી વગેરે હાજર રહ્યાં હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!