કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનાં ત્રાસ અંગે વેપારીઓએ બંધ પાળી આવેદન આપ્યું

0

જૂનાગઢનાં કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનાં ત્રાસનાં કારણે વેપારીઓએ બંધ પાળી રસ્તા ઉપર ઉતરી ગયા હતાં. આ ઘટનાનાં પગલે એ-ડિવીઝન પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. જૂનાગઢનાં કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. આવા તત્વો વેપારીની દુકાનમાંથી સામાન લઇ રૂપિયા આપતા નથી. વેપારીઓ પૈસા માંગે તો છરી જેવા હથિયાર બતાવી વેપારીઓને ધમકાવે છે. શુક્રવારે વેપારી એસોસિએશનનાં પ્રમુખ દિનેશ સોંદરવા સહિતનાં વેપારીઓએ દુકાનો બંધ કરી હડતાળ ઉપર ઉતરી ગયા હતાં અને રસ્તા ઉપર બેસી ગયા હતાં. આ ઘટનાની જાણ થતા એ ડિવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ, પીએસઆઇ અને સ્ટાફ પહોંચી ગયો હતો. વેપારીઓને પોલીસે પોતાના નંબર આપી હૈયાધારણા આપી હતી બાદ મામલો થાળે પડ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!