રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે આજથી જૂનાગઢ જિલ્લાકક્ષાએ ઉજવણી શરૂ

0

જૂનાગઢ જિલ્લામાં રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત લોકગીત અને વકૃત્વ સ્પર્ધા તેમની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે આજ તારીખ ૭ ઓગસ્ટથી જિલ્લા કક્ષાએ યોજાઈ રહી છે. આ સ્પર્ધા તારીખ ૭/૮/૨૦૨૧ થી ૧૮/૮/૨૦૨૧ સુધી જિલ્લા કક્ષાએ યોજાનાર છે. તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધા તારીખ ૨૩/૮/૨૦૨૧ ના રોજ યોજાશે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા રમતગમત અધિકારીશ્રી કચેરીઓ દ્વારા સંયુક્ત કરાયેલ આ સ્પર્ધામાં બે જુદાજુદા વય જૂથ પ્રમાણે કલાકારો ભાગ લઇ શકશે જેમાં ૧૫ વર્ષથી ૩૫ વર્ષ સુધીના, ૩૫ વર્ષ થી ઉપરના ઓપન વય જૂથમાં ભાગ લઇ શકશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂા. ૧૦૦૦, દ્વિતીય વિજેતાને રૂા. ૭૫૦ તેમજ તૃતીય ઇનામ વિજેતાને રૂા.૫૦૦ ઇનામ આપવામાં આવશે. ત્યારબાદ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂા. ૨૫,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂા.૧૫,૦૦૦ , તેમજ તૃતીય વિજેતાને રૂા. ૧૦,૦૦૦ એમ ત્રણ ઇનામો આપવામાં આવશે.  આ સ્પર્ધાના નિયમો અંગેની માહિતી માટે ફેસબુક ID Junagadhcity ઉપર જાેઈ શકાશે તેમજ ઉક્ત સ્પર્ધાની વિડિયો ક્લિપ તૈયાર કરી તા. ૧૮/૮/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં પોતાના જિલ્લામાં આવેલ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીમાં મોકલવાનાં રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!