મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જૂનાગઢ ખાતે સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી માટે જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર સજ્જ

0

આગામી ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવનાર હોય, મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાની પોલોસને સતર્ક કરી, આગોતરૂ આયોજન કરી, કાર્યવાહી આરંભી દેવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને અવાર નવાર શહેર વિસ્તારના જુદા જુદા પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવા, હોટલ ધાબા ચેક કરવા, અવાવરૂ જગ્યાઓ ચેક કરવા, પ્રોહીબિશન અને જુગારના બુટલેગરોને ચેક કરવા તેમજ કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરાવવા, માસ્ક, જાહેરનામા ભંગ વિગેરે કેસો કરવા ખાસ સૂચનાઓ કરી, ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડ સહિતની ટીમો પણ ખાસ તૈનાત કરી, કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.આઈ.રાઠોડ, સી ડિવિઝનના પીએસઆઇ જે.જે.ગઢવી, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી, વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. છેલ્લા પાંચેક દિવસમાં વાહન ચેકીંગ દરમ્યાન બ્લેક ફિલ્મ લગાડી ફરતા, નંબર પ્લેટ વિનાના વાહનો, લાયસન્સ વગરના વાહનો, ટીન એજરો દ્વારા કરવામાં આવતા ડ્રાઇવિંગ વિગેરે ચેકીંગ હાથ ધરી, કુલ આશરે ૧૫૦ વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ હતી. વાહન ચેકીંગની આ કાર્યવાહી દરમ્યાન આશરે ૬૦ વાહનો ડિટેઇન કરવામાં આવેલ હતા. ખાસ ઝુંબેશ અને વાહન ચેકીંગ દરમ્યાન છેલ્લા પાંચેક દિવસમાં કોરોના ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા કુલ ૪૫ જેટલા આરોપીઓ વિરૂદ્ધ જાહેરનામા ભંગના કેસો કરી, આશરે ૩૫૦ જેટલા વ્યક્તિઓને માસ્ક પહેર્યા વગર ફરતા પકડી પાડી, કુલ રૂા.૩,૫૦,૦૦૦/-નો દંડ પણ ફટકારવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમ્યાન દારૂ પીને વાહન ચલાવતા આરોપીઓને પણ પકડી પાડી, પ્રોહીબિશન અને જુગારના બુટલેગરોને ચેક કરી, ગુન્હાઓ પણ દાખલ કરવામાં આવેલ છે. ઉપરાંત, નાઈટ રાઉન્ડ દરમ્યાન પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. સ્વાતંત્ર્ય દિનની પરેડ અને વીઆઇપી મુવમેન્ટને ધ્યાને લઇ, જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના કારણે ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે. આ કાર્યવાહી તેમજ સઘન ચેકીંગની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલું રાખવામાં આવશે તેમ જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!