જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્તમાન વાઇસ ચાન્સેલર અને તેના પુત્ર સહિત ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર સામે જૂનાગઢના એક જાગૃત નાગરિકે પ્રથમ એન્ટી કરપ્શન બ્યુરોમાં અને આ ફરિયાદના આશરે એક મહિના કરતા વધુ સમય પહેલા ફરિયાદ કરી હતી. જેમાં એસીબી દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા ફરિયાદીએ જૂનાગઢ કોર્ટમાં લેખિત ફરિયાદ દાખલ કરતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારી વર્તુળો સહિત રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ સાથે ખળભળાટનો માહોલ ઉભો થવા પામ્યો છે. બનાવની જાણકાર સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢના જાગૃત નાગરિક વિરલભાઈ એ. જાેટવાએ ગત તારીખ ૦૩ જૂલાઇના રોજ જૂનાગઢ એસીબી નિયામક અને અધિક નિયામકને સંબોધીને પોતાની ફરિયાદ આપી હતી. જેમાં જૂનાગઢ કૃષિ યુનીવર્સીટીમાં સત્તાધીશો દ્વારા સત્તાના દુરૂપયોગ કરી પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એક્ટ હેઠળ સત્વરે ગુનો દાખલ કરવા તેમના દ્વારા માંગણી કરવામાં આવી હતી. તેમણે આને કોગ્નિઝેબલ ગુનાની વિગતો ગણાવી ઉમેર્યું હતું કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વર્તમાન વાઇસચાન્સેલર વિઠ્ઠલભાઈ પી. ચોવટીયાના પુત્ર જયકુમાર વિઠ્ઠલભાઈ ચોવટીયા હાલમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ખાપટ ફાર્મ ખાતે ફરજ બજાવે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અભ્યાસના નિયમ મુજબ કૃષિ તજજ્ઞ અભ્યાસ કરેલો હોય તો જ તેઓને વધુ આગળ અભ્યાસ એટલે કે આગળના અભ્યાસ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે પરંતુ જયકુમાર વિઠ્ઠલભાઈ ચોવટીયાએ ધીરૂભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ, ગાંધીનગરમાંથી એમ.એસ.સી. (આઈ.સી.ટી.-ઇન એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ)ની પદવી મેળવેલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કે ગુજરાત રાજ્યની અન્ય યુનિવર્સિટીમાં આ કોર્સ ચલાવવામાં કે માન્ય રાખવામાં આવતો નથી. તેમ છતાં વાઇસચાન્સલરે તત્કાલીન સમયે પોતાની સત્તાનો દુરૂપયોગ કરી પોતાના પુત્રને આગળ અભ્યાસ કરવા માટે એટલે કે પી.એચ.ડી.માં એડમીશન પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અપાવેલ અને આગળ જતા મદદનીશ પ્રાધ્યાપક તરીકે પણ આજ અભ્યાસ ક્રમના આધારે નિમણુંક આપેલ છે. આમ રાજ્યની કૃષિ યુનિવર્સિટીના નિયમ વિરૂધ સમગ્ર કાર્યવાહી કરેલી હોવાના તેમણે આક્ષેપો કર્યા હતા. ઉપરાંત નિયમ અનુસાર વર્ગ-૨(બે)ની ભરતી કરતી વખતે ઇન્ટરવ્યૂ કમિટીમાં જે તે સમયના (૧) વાઈસચાન્સલર પાઠક, (૨) સંશોધક નિયામક અને અનુસ્નાતક વિદ્યા સાથે અધ્યક્ષ વિઠ્ઠલ ચોવટીયા, (૩) જે તે ફેકલ્ટીના વિભાગના હેડ, (૪) બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, (૫) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ (આઈ.સી.એ.આર.), ન્યુ દિલ્હીના સભ્ય વિગેરેનાઓ આ ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત હોય છે. આ નિમણુંક કમિટીના તમામ સભ્યોએ આ હક્કીત એટલે કે જય ચોવટીયાએ પી.એચ.ડી.ની ડીગ્રી ગેરકાયદેસર મેળવેલી તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીમાં આ પ્રકારનો કોઈ અભ્યાસ ક્રમ કે વિષયની માન્યતા ન હોવા છતાં ગેરકાયદેસર ભરતી કરી અને ભરતી કરનાર દ્વારા એકબીજા સાથે મેલાપીપણું કરી સત્તાનો સંપૂર્ણ દુરૂપયોગ કરી અને પોતાના કર્મચારીના દીકરા જય ચોવટીયાને ગેરકાયદેસર રીતે અને નિયમો વિરૂદ્ધ નોકરીમાં ભરતી લેવા માટે નીતિ નિયમો વિરૂદ્ધ અને પોતાને મળેલી સતાનો દુરૂપયોગ કરી અને પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એકટ હેઠળ સત્તાનો દુરૂપયોગ કરી અને ગંભીર ગુનો કરેલ હોય જેથી જવાબદારો સામે સત્વરે તપાસ કરી અને ગુનો દાખલ કરવા માંગણી કરી હતી. આ ઉપરાંત એસીબીને ફરિયાદ આપ્યા બાદ લગાતાર એક વર્ષ દરમ્યાન વધુ ચાર વખત રીમાઇન્ડર કરવા છતાં એસીબી દ્વારા કોઈ એક્શન ન લેવાતા ફરિયાદી વિરલભાઈ અરસીભાઇ જાેટવાએ પોતાના નામદાર હાઇકોર્ટના એડવોકેટ મારફત તે અરજી કરતા મામલો આખરે કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં જૂનાગઢનાં નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં તેમણે ઉપરોક્ત વિષય પરત્વે દાદ માંગી હતી. આ મામલો કોર્ટ સુધી પહોંચતા કૃષિ યુનિવર્સિટી અધિકારી વર્તુળોમાં પણ આ બાબતે હાલ જાેરશોરથી ચર્ચા ચાલી રહી છે તેમજ આ અંગેની તટસ્થ તપાસ થવી જાેઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews