સમગ્ર રાજ્યભરમાં ભાવભેર નવરાત્રી ઉજવણી થકી માં આધશકિતની આરાધના થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ પ્રાચીન ગરબીની પરંપરા હજી સુધી જાળવી રાખી છે. વર્ષાથી પરંપરાગત રીતે ગરબા યોજાઈ રહ્યા છે. ત્યારે દ્વારકામાં પણ આવી એક ગરબીનું નવરાત્રીમાં આયોજન છેલ્લા ૧૪૭ વર્ષોથી થઇ રહ્યું છે. યાત્રાધામ દ્વારકામાં મેઈન હોળી ચોકમાં ગૂગળી ૫૦૫ બ્રાહ્મણ દ્વારા ઈ.સ ૧૮૭૪થી ફક્ત પુરૂષો માટે નવદુર્ગા ગરબી શરૂ કરાયેલ છે. વર્ષોની પરંપરા મુજબ રાત્રીના અગિયાર વાગ્યે દ્વારકાવાસીઓ અને બહારથી આવતા ભાવિકો દ્વારા માતાજીની આરતી કરવામાં આવે છે. ત્યારબાદ ફક્ત ઢોલ-નગારાના તાલ ઉપર યોજાતી અનોખી ગરબીમાં ગુગળી બ્રાહ્મણ સમાજના માત્ર પુરૂષો, બાળકો, યુવાનો પરંપરાગત રીતે પીતાંબર અને બંડી પહેરીને રમે છે. અહી માતાજીને શણગાર પણ ખુબજ સુંદર રીતે કરવામાં આવે છે. આ ગરબીમાં છંદના નાદ સાથે ઉત્સાહપૂર્વક ખુબ જાેશ સાથે પુરૂષો ગરબે રમે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews