જૂનાગઢ નજીક આવેલા ગરવા ગીરનાર ખાતે જેનું અતિ મહત્વ છે તેવી ગીરનારની લીલી પરિક્રમા વર્ષો થયા યોજવામાં આવતી હોય છે અને ગત વર્ષે કોરોનાનાં ખતરાને કારણે શુકન પુરતી પ્રતિકાત્મક રીતે લીલી પરીક્રમા યોજવામાં આવી હતી જયારે આ વર્ષે ગુજરાત સરકારે નવરાત્રીથી લઈ દિપાવલી, નૂતન વર્ષ સહિતનાં તહેવારો દરમ્યાન ગુજરાતનાં શહેરોમાં છૂટછાટમાં રાહતો આપી છે તેવા સંજાેગોમાં ગીરનારની લીલી પરીક્રમા યોજાશે કે કેમ તેવું ગઈકાલથી સસ્પેન્સ ભર્યુ વાતાવરણ ઉભુ થયું હતું અને અવનવી અટકળો અને ચર્ચાઓ થઈ રહી હતી. આ દરમ્યાન જૂનાગઢ જીલ્લા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ રચિત રાજ દ્વારા સત્તાવાર રીતે ગીરનારની લીલી પરીક્રમા અંગેનો જે હુકમ જાહેર કરવામાં આવેલ છે તે મુજબ આગામી ગીરનારની પરીક્રમા માત્ર ૪૦૦ વ્યકિતની મર્યાદામાં સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક રૂપે યોજાશે તેવો હુકમ જારી કરવામાં આવેલ છે. ગીરનારની લીલી પરીક્રમા ચાલુ વર્ષે યોજવી કે કેમ તે અંગે અગાઉ જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા એક બેઠક પરીક્રમાનાં આયોજન માટેની મળી હતી આ બેઠકમાં જે નિર્ણય લેવાયો હતો તે અંગે મત મતાંતરો અને વિવાદો પણ ઉઠવા પામ્યા હતા અંતે ગીરનારની પરીક્રમા યોજવી કે નહી ? તે અંગેનો નિર્ણય ગુજરાત સરકાર ઉપર છોડી દેવામાં આવ્યો હતો અને એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, સરકારશ્રીનાં માર્ગદર્શન મુજબ ગીરનારની લીલી પરીક્રમાનો નિર્ણય લેવાશે પરંતુ છેલ્લા મળતા અહેવાલો અનુસાર જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીએ સરકાર પાસે માર્ગદર્શન માંગ્યું છે પરંતુ ગૃહમંત્રી દ્વારા પરીક્રમાનો નિર્ણય કલેકટરશ્રી ઉપર છોડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કાતિર્કી પુર્ણિમા અને દેવદિવાળીનાં દિવસથી રાત્રીનાં ૧ર.૦૦ વાગ્યે ગીરનારની ૩૬ કી.મી.ની લીલી પરીક્રમાનો પ્રારંભ થતો હોય છે આ પરિક્રમામાં ગામે ગામથી ભાવિકો પોત પોતાનાં સંઘ સાથે ઉમટી પડતા હોય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં સેવાકીય મંડળો, સાધુ-સંતો અને જ્ઞાતી મંડળોનાં ઉતારા સાથે અન્નક્ષેત્ર સંબંધીત તંત્ર પણ જાેડાતું હોય છે. દરમ્યાન ગત વર્ષે પણ તકેદારીનાં ભાગરૂપે ગીરનારની લીલી પરીક્રમા પ્રતિકાત્મક રૂપે યોજવામાં આવી હતી અને ચાલુ વર્ષે પણ ગીરનારની લીલી પરીક્રમા પ્રતિકાત્મક રૂપે યોજવામાં આવનાર હોવાનું જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી રચિત રાજ દ્વારા અખબારી યાદી જાહેરમાં આવેલ છે અને જણાવેલ છે કે, હાલમાં પ્રવર્તી રહેલ કોવિડ-૧૯ની મહામારીને ધ્યાને રાખી ગુજરાત સરકારશ્રીનાં ર૪-૯-ર૦ર૧નાં હુકમથી જાહેર કરાયેલ ગાઈડલાઈન મુજબ તમામ પ્રકારનાં રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધામિર્ક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધામિર્ક સ્થળોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત કરેલી એસઓપીને આધિન ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાનાં પ૦ ટકા અને મહત્તમ ૪૦૦ વ્યકિતની મર્યાદામાં વ્યકિતઓ એકત્રીત થઈ શકશે તેવી જાેગવાઈ હોય, આ કચેરી ખાતે લગત ખાતા કચેરીનાં અધિકારીઓ, પદાધિકારીઓ અને સાધુ-સંતો સાથે તા. ર૭-૧૦-ર૦ર૧નાં રોજ યોજાયેલ બેઠકમાં સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર માત્ર ૪૦૦ની મર્યાદામાં સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક પરીક્રમા યોજવા અભિપ્રાય રજુ થયેલ અને આ બેઠકની કાર્યવાહી અંગેનો અહેવાલ સરકારશ્રીનાં ગૃહ વિભાગને મોકલવામાં આવતા સરકારશ્રીનાં તા. ૯-૧૧-ર૦ર૧નાં પત્રથી ઉકત ગાઈડલાઈન લક્ષ્યમાં રાખી નિર્ણય કરવા સુચના આપવામાં આવેલ હોય, જે અંતર્ગત રાજય સરકારશ્રીની પ્રવર્તમાન ગાઈડલાઈન તથા આ કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં હાજર તમામ દ્વારા રજુ થયેલ અભિપ્રાય અનુસાર આગામી કારતક સુદ-૧૧થી પુનમ (૧૪-૧૧-ર૦ર૧થી તા. ૧૯-૧૧-ર૦ર૧) સુધી પરંરાગત રીતે યોજાતી લીલી પરીક્રમા માત્ર ૪૦૦ વ્યકિતની મર્યાદામાં સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક રીતે યોજાશે જેની જૂનાગઢ સાથે ગુજરાતનાં દરેક જીલ્લાની જાહેર જનતાએ નોંધ લેવા જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી દ્વારા અનુરોધ કરાયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews