આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસ ઉના દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત ચળવળ વિષે લોકોમાં જાગૃતિ લાવવા ઉના તાલુકાના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૪૨ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ઉપર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૫૭૮ લોકો સાયકલ રેલીમાં જાેડાયા હતા. જેમાં ઉના સરકારી હોસ્પિટલથી નગરપાલિકાના સભ્ય વિજયભાઈ કાળુભાઇ રાઠોડ દ્વારા લીલી ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલીના માધ્યમથી જન સમુદાયમાં પ્રવર્તમાન એનસીડી રોગો જેવા કે ડાયાબિટીસ, હૃદયરોગ, મેદસ્વીપણું, લોહીનું દબાણ જેવા રોગો કઈ રીતે કાબૂમાં રાખી શકાય તે માટેના બેનરો અને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાઈકલિંગ એક એરોબીક કસરત છે જે નિયમિતપણે કરવાથી શરીરમાં હેપી હોર્મોનનું સંચાર થાય છે. જેનાથી મનુષ્યનું આત્મબળ મજબૂત બને છે અને શરીર સ્વસ્થ રહે છે. આમ રેલીને સફળ બનાવવા તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિપુલ દુમાતર, અર્બન ઓફિસર ડો. જગદીશ પંપાણીયા, ડો. યોગેશ જાદવ, વિપુલભાઈ સોલંકી, મેહુલભાઈ કાગડા અને આરોગ્યના તમામ કર્મચારીઓ જાેડાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews