જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનાં જન્મદિવસની શિક્ષણ પરિવારે ઉજવણી કરી

0

ગઈકાલે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનો જન્મદિવસ જૂનાગઢ શિક્ષણ પરિવાર સાથે ઉજવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ફક્ત પોતાના પરિવાર સાથે જન્મ દિવસ ઉજવવાના બદલે પોતાના પરિવાર ઉપરાંત શિક્ષણની જિલ્લાની મુખ્ય ચાર ઓફિસ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટાફ, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.-સી.કો. તમામ ઉપરાંત જિલ્લાના તમામ સંઘના પ્રમુખ, મંત્રીઓ લાગણીથી હાજર રહેલ હતા. આ જન્મ દિવસની ઉજવણી માટે વિશિષ્ટ રીતે ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને ભરતભાઈ મેસીયા દ્વારા વૈદિક મંત્રોચાર કરીને હિન્દુ સંસ્કૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે જી.પી. કાઠી, કે.ડી. પંડ્યા, પ્રદીપભાઈ ખીમાણી સાથે અગ્રણી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના પ્રમુખો, ગ્રાન્ટેડ શાળા મંડળના પ્રમુખ નરસીભાઈ માંડવીયા, લક્ષ્મણભાઇ રાવલીયા, કનુભાઈ સોરઠીયા તથા આચાર્યસંઘના પ્રમુખ માનસિંહભાઈ ડોડીયા, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ વેજાભાઇ પીઠીયા, દિનેશભાઇ મોરી, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નીલેષ સોનારા, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરબતભાઈ નાઘેરા, રાજુભાઈ ભેડા, દિનેશભાઇ પટેલ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ જીતુભાઇ  ખુમાણ, સુરેશભાઈ ખુમાણ સહિતના તમામએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ખુદ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલ હતું.  જે બાબતે જૂનાગઢ જિલ્લા શિક્ષણ પરિવારની લાગણીથી જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય ભાવુક બન્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!