કેશોદમાં ખેડૂતે ત્રણ વિઘામાં બે જાતના સુર્યમુખીનું કર્યુ વાવેતર

0

કેશોદ તાલુકાના ટીટોડી ગામના મુળ વતની હાલ કેશોદમાં રહેતા ખેડૂત ભરતભાઇ નસીત વર્ષોથી સજીત ખેતી કરી રહ્યા છે. કેશોદમાં અન્ય ખેડૂતોના ખેતરો સાંખે રાખી, ફુલઝાડ, શાકભાજી સહિતના વિવિધ વાવેતર કરી સજીવ ખેતી દ્વારા ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલના વર્ષે શાકભાજી, ફુલઝાડ સાથે મીક્ષ પાક તરીકે ત્રણ વિઘામાં સફેદ અને કાળા બે જાતના સુર્યમુખીનું વાવેતર કર્યુ છે. ભરતભાઇ નશીતે જણાવ્યું હતું કે, સુર્યમુખીનું વાવેતર કરવાથી તેમાં થતી માખીઓ અન્ય પાકોને રોગ જીવાતથી રક્ષણ મેળવવા ફાયદો થાય છે. સાથે વધારાનું વળતર પણ મળી રહે છે. સુર્યમુખીનું સરેરાશ જુન જુલાઇમાં વાવેતર થાય છે અને પાંચથી છ મહીને ઉત્પાદન થાય છે. ઉત્પાદન બાબતે ભરતભાઈ નસીતે જણાવ્યું હતું કે, હાલના વર્ષે કમોસમી વરસાદ ગ્લોબલ વોર્મીંગના કારણે થોડો ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. પ્રતી વિઘે સરેરાશ દશથી બાર મણનું ઉત્પાદન થવાનો અંદાજ છે. સાતસોથી આઠસો રૂપિયા પ્રતીમણ ભાવ મળી રહે છે.  સજીવ ખેતી અપનાવી ઉત્પાદન થતા શાકભાજી કઠોળ તથા અન્ય ખેત પેદાશોનો અસલી સ્વાદ માણવા તથા સેઢેપાળે સુર્યમુખીનું વાવેતર કરી અન્ય પાકોમાં રોગ જીવાતથી બચાવવા વાવેતર કરવા અન્ય ખેડૂતોને ભરતભાઇ નશીતે જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!