યાત્રાધામ દ્વારકામાં કોરોનાકાળમાં મૃત્યું પામેલા મૃતકોના મોક્ષાર્થે આજથી સર્વ જ્ઞાતિ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. ર૫૧ પરિવારોએ કોરોનામાં ગુમાવેલ પોતાના સ્વજનના મોક્ષાર્થે પોથી નોંધાવી ભાગવત સપ્તાહમાં યજમાન બન્યા છે. ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા તમામ ખેડૂતોના મોક્ષાર્થે એક પોથી મુકવામાં આવી છે. કોરોનામાં મૃત્યું પામેલા તમામ મૃતકોના મોક્ષાર્થે એક પોથી મુકવામાં આવી છે. દ્વારકાધીશના આશીર્વાદ લઈ જગત મંદિર શારદાપીઠથી પોથી યાત્રાના શ્રી ગણેશ કરાયા હતા. ધારાસભ્ય લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ પોથી યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. સંત જીવણનાથ બાપુ પણ આ પોથી યાત્રામાં જાેડાયા હતા. લોકો પરંપરાગત પહેરવેશમાં પોથી યાત્રામાં જાેવા મળ્યા હતા. આ ભાગવત સપ્તાહમાં ૭ દિવસમાં અલગ અલગ ઉત્સવો ઉજવવામાં આવશે. કપિલ પ્રાગટ્ય, નૃસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર, નંદ મહોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ, પરીક્ષિત મોક્ષ વગેરે મહોત્સવ ઉજવાશે. માં-બાપને ભૂલશો નહિ, દાંડિયા રાસ, સંતવાણી અને લોક ડાયરોના રાત્રી કાર્યક્રમો ઉજવાશે. આ ભાગવત સપ્તાહમાં સૌરાષ્ટ્રભરના સંતો-મહંતોની પ્રેરણાદાયી ઉપસ્થિત રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews