અમદાવાદ શહેરના સરખેજ-જુહાપુરામાં જેમના ઘરે ચૂલા સળગતા નથી તેવા ૮૦ જેટલા પરિવારોનું મોહસીને આઝમ મિશન દ્વારા સર્વે કરી બે ટાઈમ ટિફિન પહોંચાડી ગરીબ ઘરોમાં સેવાની સુવાસ અશરફી ટિફિન સર્વિસે પ્રસરાવી છે. દેશના કર્ણાટક, છતીસગઢ જેવા રાજ્યોમાં ખિદમતે ખલ્ક સમાજ સેવાના ધ્યેય સાથે કાર્યરત સંસ્થા મોહસીને આઝમ મિશન દ્વારા સંચાલીત અશરફી ટિફિન સેવા ગુજરાતના પાંચ શહેરોમાં શરૂ કરવામાં આવી હોવાનું યુપીના મૌલાના સૈયદ મોહમ્મદ અસ્કરી મિયાએ જણાવ્યું હતું કે, હઝરત મોહમ્મદ પયગમ્બર સાહેબના સેવાકીય કાર્યો કરવાના સંદેશાને લોકો સુધી પહોંચાડવા આ ટ્રસ્ટ પ્રજા સેવાના કામો કરી રહેલ છે. આમ તો છેલ્લા ૪૦ વર્ષથી સંસ્થા સમાજ સેવાના કામમાં કાર્યરત છે. સંસ્થા શિક્ષણ ક્ષેત્રે ગરીબ બાળકોને મદદરૂપ થાય છે. ઉપરાંત ગરીબ મહિલાઓને તેમની બાળકીના લગ્ન જેવા કાર્યોમાં અને નિરાધાર લોકો, નિસહાય લોકોને તેમના ઘર સુધી બંને ટાઈમ ટિફિન પહોંચાડવાનું કામ કરી રહેલ છે. અમદાવાદમાં આ કામગીરી એ.ટી.એસ.ના રફીકભાઇ સુપ્રીમ અને તેમની ટીમના સાથીઓ સંભાળી રહ્યા છે. તેમણે પીરોના પીર સૈયદ ગૌસુલ આઝમ દસ્તગીરના રદિ.કથનને ટાંકતા જણાવ્યું હતું કે, અલ્લાહના સારા કાર્યોના રજિસ્ટરને તપાસતા સૌથી વધુ પુણ્ય એ લોકોને મળી છે જે ભુખ્યાને અન્ન ખવડાવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews