ગીર સોમનાથ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને રસી આપવાના કાર્યનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પ્રથમ દિવસે કોઈપણ ડર કે ભય વિના બાળકો રસી લઇ રહયા છે. ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ દિવસે આરોગ્ય વિભાગ દ્વારા ૭૫ હાઇસ્કુલોમાં વેકસીનેશનની કામગીરી હાથ ધરી છે. બાળકોના વેકસીનેશનના પ્રથમ દિવસે જીલ્લામાં ૧૨ હજાર બાળકોને વેકસીનેટ કરવાનું આયોજન આરોગ્ય વિભાગએ કર્યુ છે. સમગ્ર રાજયની સાથે ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વેકસીન આપવાના કાર્ય અંગે જીલ્લા વેકસીનેશના અધિકારી ડો. અરૂણકુમાર રોયએ એક વાતચીતમાં જણાવેલ કે, જીલ્લામાં જે તે તાલુકાના હેલ્થ અધિકારી જે સ્કુલોમાં વેકસીનની કામગીરી ચાલી રહી છે ત્યાં મુલાકાત લઇ વેકસીનેશનની કામગીરીનું મોનીટરીંગ કરી રહયા છે. આ વેકસીનની કામગીરીમાં શિક્ષકો સહિતનો શૈક્ષણીક સ્ટાફ પણ મદદરૂપ થઇ રહયો છે. જીલ્લાના ૬ તાલુકાની ૨૬૮ સ્કુલોના ૪૫,૩૫૯ બાળકોની નોંધણી થઇ હોય જેઓને વેકસીનેટ કરવાની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં વેકસીનેશનના પ્રથમ દિવસે જીલ્લાના ૬ તાલુકામાં ૭૫ સ્કુલોમાં વેકસીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે જુદી-જુદી સ્કુલોના ૧૨ હજાર બાળકોને વેકસીન આપવાનું આયોજન કરાયેલ છે. જે મુજબ આરોગ્ય વિભાગની ૭૫ જેટલી ટીમો સ્કુલોમાં જઇ કેમ્પો કરી બાળકોને વેકસીન આપી રહી છે. બાળકોના વેકસીનેશનના પ્રથમ દિવસે જીલ્લામથક વેરાવળની મણીબેન કોટક હાઇસ્કુલ, એબીએચએસ, રેયોન સ્કુલ સહિતની હાઇસ્કુલોમાં ગઈકાલ સવારથી વેકસીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તમામ હાઇસ્કુલોની અધિકારી ડો.અરૂણકુમાર રોયએ મુલાકાત લઇ બાળકો, શિક્ષકો અને આરોગ્યના સ્ટાફ સાથે વાતચીત કરી કામગીરીનો ત્યાગ મેળવ્યો હતો. આ મુલાકાત વેળાએ અધિકારી ડો. રોયએ આરોગ્ય કર્મી-શિક્ષકોને બાળકોને કોઇ તકલીફ ન પડે તેની તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યુ હતુ. જાે કે, જીલ્લામાં બાળકો ઉત્સાહભેર વેકસીન લઇ રહયાનો માહોલ સર્વત્ર જાેવા મળી રહયો છે. આ રસીકરણની કામગીરી તા.૭ સુધી ચાલનાર છે. જીલ્લામાં જે તે સ્કુલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ વેકસીનની કામગીરી કરવા આરોગ્યની ટીમો ફાળવવામાં આવતી હતી. વેરાવળનો વિદ્યાર્થી મીત પરડવાએ જણાવેલ કે, ગઈકાલે અમારી સ્કુલ ખાતે રસી આપવા સારૂ આયોજન તંત્રએ કર્યુ છે. કોરોનાથી બચવા માટે રસી અકસીર ઉપાય હોવાની જાણકારી અમારા શિક્ષકગણએ આપી હોવાથી અમો રસી લઇ રહયા છે. અમોને રસી લીધા બાદ કોઇ પ્રકારની તકલીફ પડી રહી નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews