વેરાવળની શબાના ગર્લ્સ હાઈસ્કૂલ તથા શબાના વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘વેસ્ટ માથી બેસ્ટ’ પ્રદર્શન યોજવામાં આવેલ. ધોરણ ૫ થી ૧૦ની વિદ્યાર્થીનીઓ દ્વારા કુલ ૧૨૫ જેટલી કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવેલ હતું. ખુબજ અદભુત અને ક્લાત્મક કૃતિઓ રજુ કરવામાં આવેલ હતી. આવી પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓ અને સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવા માટેનું આ એક સુંદર પ્રયાસ હતો. આ પ્રદર્શનનું ઉદઘાટન શબાના એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ યુસુફભાઇ ડિગી, પંજા, કાલવાત દ્વારા કરવામાં આવેલ. જયારે ડી.ઈ.ઓ ઓફિસમાંથી એ.ઈ. આઈ. ચુડાસમા, એ.ઈ.આઈ.ખાંભલાએ પ્રદર્શનની મુલાકાત લઇને વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી હતી. આ પ્રદર્શન તૈયાર કરવા માટે શબાના ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રૂખસાના પટનીના માર્ગદર્શન હેઠળ સમગ્ર હાઈસ્કૂલ સ્ટાફ તથા પ્રાથમિક સ્ટાફએ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews