૭પ આઝાદી કા અમૃત મહોત્સવ ઈન્ડીયા, અંતર્ગત નિયામક, આયુષની ગાંધીનગર જીલ્લા વિકાસ અધિકારી જૂનાગઢના માર્ગદર્શન મુજબ, જીલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢ ખાતે સરકારી આયુર્વેદ હોસ્પીટલ જૂનાગઢ દ્વારા સંયુકત રીતે જૂનાગઢ જીલ્લાના ચોરવાડ મુકામે તા.૩૧મી ડિસેમ્બર ર૦ર૧ના રોજ સરકારી આયુર્વેદ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો હતો. જૂનાગઢ-ગીર સોમનાથ વિસ્તારના સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા ક્રિષ્ના સ્કુલ ચોરવાડના સંચાલક મહેશભાઈ રાઠોડ તથા અન્ય સ્થાનિક સામાજીક અગ્રણીયો અને ઉપસ્થિત આયુર્વેદ તબીબો દ્વારા દિપ પ્રાગટય કરી, આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ. સાંસદે જણાવેલ કે, આયુર્વેદએ આપણા ભારતીયોની પરંપરાનો એક ભાગ છે અને આયુર્વેદના સિધ્ધાંતોનએ અનુસારીને લાઈફ સ્ટાઈલ ડિસોર્ડર્સના વધતા પ્રમાણને કાબુ કરી શકાય જે માટે વધુને વધુ લોકો આયુર્વેદની જાણે અને ઘરગથ્થુ ઉપચારો ન કરતા, સરકાર તરફથી મળતી આયુર્વેદની સેવાઓનો લાભ લેવા અનુરોધ કરેલ છે. આ કેમ્પમાં નિદાન સારવાર ઉપરાંત, આ દિવસે ચોરવાડની વિવિધ શાળાઓમા આયુર્વેદ તજજ્ઞો અને યોગ નિષ્ણાંતો દ્વારા આયુર્વેદના સિધ્ધાંતો અનુસાર સ્વસ્થ જીવનશૈલી અને યોગ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લિમડા ચોકમાં ઋતુ અનુસાર સ્વાસ્થ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરવામા આવેલ હતું. આ કેમ્પમાં વિવિધ આયુર્વેદ નિષ્ણાંતો દ્વારા સેવા આપવામાં આવેલ જેમાં વિવિધ આયુૈર્વેદ નિષ્ણાંતો પાસે ૭૩૭ દર્દીઓએ લાભ લિધેલ. આ ઉપરાંત આ કેમ્પ દરમ્યાન ૩૮ લાભાર્થીઓએ રસીકરણ, ૧૮૦ લાભાર્થીઓએ બી.પી., ડાયાબીટીસની તપાસ, ૧૧ કુપોષીત બાબળો અને ૮૭ સગર્ભા બહેનોની તપાસ અને એ સંબંધીત આયુર્વેદ દવાઓનું વિતરણ, ૧પ૦૦ જેટલા લાભાર્થીઓએ ઉકાળાનો લાભ લીધો હતો. અંદાજીત ર૦૦૦ વિદ્યાર્થીઓને આયુર્વેદના સિધ્ધાંતો અનુસાર સ્વસ્થ જીવનશૈલી અને યોગ બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ અને યોગ કરાવવામાં આવેલ. આ કેમ્પમાં આવેલ તમામ દર્દીઓને ફોલોઅપ માટે સરકારી આયુર્વેદ દવખાના વિસણવેલ ખાતે જવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews