સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા દિવ્યાંગોનું રસીકરણ કરાયું

0

સરકારની ગાઈડ લાઈન મુજબ કોરોના વાયરસથી રક્ષણ આપતી વેકસીન આપવામાં આવે છે જેમાં દેશમાં હાલ ૧પ થી ૧૮ વર્ષ સુધીનાં કિશોરોને વિનામુલ્યે વેકસીન આપવામાં આવે છે જે અંતર્ગત  તા.૩/૧/ર૦રરના રોજ સંસ્થા સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે ડુંગરપુર પ્રાથમિક આરોગ્યની ટીમને બોલાવી સંસ્થામાં નિવાસ કરતા દિવ્યાંગ અનાથ ૧પ થી ૧૮ વર્ષની વયના રપ દિવ્યાંગોને કોવિડ-૧૯ની રસી આપવામાં આવી હતી. ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો.મોનિકાબેન ધોળકીયા, હેલ્થ વર્કર જે.કે. જશાણી, આરોગ્ય વર્કર ચિરાગભાઈ ચૌહાણ તથા કંચનબેન પણસારા વગેરે ઉપસ્થિત રહેલ. આ કોવિડ-૧૯ રસીથી બાળકોને કોરોના વાયરસથી રક્ષણ મળી શકશે અને બાળકોને સુરક્ષિત રાખવામાંં મદદરૂપ થઈ શકશે અને આ વેકસીનના કારણે બાળકો વધુ સુરક્ષિત બન્યા છે. આ તકે સરકાર અને ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ અધિકારીઓનો સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે આભાર વ્યકત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!