નવા વર્ષ ૨૦૨૨ ના પ્રથમ દિવસે તા.૧/૧/૨૦૨૨ તથા તા.૨/૧/૨૦૨૨ અનુક્રમે ૨ દિવસ સુધી સતત જૂનાગઢ શહેર અને ભવનાથ જંગલ વિસ્તારમાં રહેતા ૧૪૦ જરૂરિયાતમંદ ગરીબ લોકોને કડકડતી ઠંડીમાં રક્ષણ માટે ગરમ ધાબળા રાત્રીના સમયે શક્તિ ટ્રસ્ટની ટીમ દ્વારા એક એક વ્યક્તિની મુલાકાત લઈ ઓઢાડવામાં આવેલ ત્યારબાદ જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં ૪૦ જરૂરિયાતમંદો ફૂટપાથ ઉપર રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ વગેરે વિસ્તારમાં ફરીને સતત ટ્રસ્ટના સભ્યો દ્વારા ગરીબ લોકોની મુલાકાત લઈ તેની જરૂરિયાત અંગે ચર્ચા કરી અને ૧૮૦ લોકોને ધાબળા ઓઢાડવામાં આવેલ હતાં. આ કાર્યના ડોનર એડવોકેટ આચાર્ય અને કિશોરભાઈ જાનીએ આ સેવાકીય કાર્ય માટે શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના આશિષભાઈ રાવલને શુભેચ્છાઓ પાઠવેલ. આ કાર્ય પૂર્ણ કરવા માટે શક્તિ ટ્રસ્ટના કિશોરભાઈ, આશિષભાઈ ભટ્ટ, શ્રી રાવલ, નિરવભાઈ રાવલ, નમનભાઈ જાની, શૈલેષભાઇ ઉપાધ્યાય, હર્ષદભાઈ જાની, શાસ્ત્રી પરેશ જાેષી, ઓમ જાની દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews