જીએસટીનાં વિરોધમાં આજે જૂનાગઢમાં ફુટવેરની પ૦૦ દુકાનો બંધ

0

જૂનાગઢ શહેરમાં આજે ફુટવેરની પ૦૦ દુકાનો દ્વારા જીએસટીનાં કમ્મરતોડ ભાવ વધારા સામે વિરોધનો સૂર વ્યકત કરી અને અડધો દિવસ વેપાર-ધંધા બંધ રાખવામાં આવેલ છે. અને વેપારીઓ દ્વાા સજજડ બંધ રાખવામાં આવેલ છે. સરકારે કાપડ ઉપરનો ૭ ટકા જીએસટી વધારો હાલ પુરતો મોકુફ રાખ્યો છે. પરંતુ ફુટવેરમાં લાગુ કર્યો છે. અને જેને લઈને આજે જૂનાગઢ શહેરનાં ફુટવેરનાં વેપારીઓએ બંધ પાડી વિરોધ દર્શાવ્યો છે. જૂનાગઢ ફુટવેર એસોસીએશનનાં પ્રમુખ ગોપાલભાઈ યાદવે જણાવ્યું હતું કે પગરખા ઉપરનો જીએસટી પાંચ ટકા હતો તેમાં ૭ ટકા વધારીને ૧ર ટકા કરી દીધો છે. કાચા માલમાં ર૦ થી રપ ટકાનો વધારો થયો છે. એમાં જીએસટી વધારે તો પગરખા વધુ મોંઘા બનશે તેની સામે જીએસટીનાં ૭ ટકાનાં વધારાનો વિરોધ કરી પાંચ ટકાની માંગણી સાથે આજે વિરોધનું રણશીંગુ ફુંકયું છે. આ ઉપરાંત આજરોજ જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્રને આ બાબતે એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!