જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં ૩૯ ધાર્મિક સ્થાનોને દબાણના મુદ્દે નોટીસ અપાઇ

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે તે પૈકીનાં કેટલાક ધાર્મિક સ્થળોને મામલતદાર દ્વારા દબાણનાં મુદ્દે નોટીસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે. જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ ૩૯ જેટલા ધાર્મિક સ્થાનોને દબાણ બાબતે શહેરી મામલતદાર દ્વારા નોટીસ અપાઇ છે. આ મામલે યોગ્ય આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ ભવનાથ સ્થિત શક્તિ આશ્રમના મહંત બાલયોગી પુરીએ જણાવ્યું હતું કે, અમને પણ નોટીસ અપાઇ હતી. આ નોટીસમાં શહેરી મામલતદારે જણાવ્યું હતું કે, આપના દ્વારા સર્વે નંબર ૦ઝેડ/૧ની જમીન ૨૦૦ ચોરસ મિટર ઉપર દબાણ કરેલ હોવાનું સર્કલ ઓફિસરના અહેવાલમાં જણાયું છે. ત્યારે આ મામલે ૫ જાન્યુઆરીએ ખુલાસો કરવા બોલાવ્યા હતા. અમે અમારા આધાર પુરાવા રજૂ કર્યા છે. સાથે જણાવ્યું છે કે, આ જગ્યામાં છેલ્લા ૫૦ વર્ષથી રહીએ છીએ અને ચૈતન્ય હનુમાન ગૌશાળા ચલાવીએ છીએ તેમજ પૂજા કરીએ છીએ. અમારી જેવી અનેક જગ્યાઓને સરકાર દ્વારા રેગ્યુલાઇઝ કરી દેવાઇ છે ત્યારે અમારી જગ્યાને પણ રેગ્યુલાઇઝ કરવા રજૂઆત કરાઇ છે. જ્યારે ભવનાથ સ્થિત ઉદાસીન પંચાયતી બડા અખાડાના મહંત ગંગાદાસબાપુ ગુરૂ સરજુદાસબાપુને પણ દબાણ અંગે નોટીસ પાઠવાઇ છે. દરમ્યાન આ અંગે જાણવા મળતી વિગત મુજબ ભવનાથમાં કુલ ૩૯ જેટલી ધાર્મિક જગ્યાને પેશકદમી મુદ્દે નોટીસ અપાઇ છે અને તે મામલે આધાર પુરાવા સાથે ખુલાસો રજૂ કરવા શહેરી મામલતદારે જણાવ્યું છે. હાલ શહેરમાં અનેક મોટા માથાના ગેરકાયદેસર બાંધકામો છે તેને હટાવાતા નથી અને ધાર્મિક સ્થાનોને નોટીસ અપાતા સાધુ-સંતોમાં પણ રોષ વ્યાપી ગયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!