જૂનાગઢ શહેરમાં છેલ્લા ૨ દિવસથી જાણે કોરોનાએ મુકામ કર્યો હોય તેમ સતતબીજા દિવસે પણ ૮ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આ અંગે મળતી વિગત મુજબ મંગળવારે જિલ્લામાં કુલ ૧૨ કેસ કોરોના પોઝિટીવ નોંધાયા હતા. જેમાંથી ૮ કેસ માત્ર જૂનાગઢ સિટીના હતા. જ્યારે સતત બીજા દિવસે- બુધવારે પણ શહેરમાં ૮ કેસ કોરોનાના નોંધાયા છે. જ્યારે જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. આમ, જૂનાગઢ શહેરમાં છેલ્લા ૨ દિવસમાં ૧૬ કેસ કોરોનાના નોંધાયા છે. ત્યારે શહેરીજનોએ કોરોના સંક્રમણ અટકાવવા કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવું જરૂરી છે. છેલ્લા ૨ દિવસમાં કુલ ૨૦ કેસ નોંધાયા છે અને ૧૨ દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. દરમ્યાન જિલ્લામાં હજુ ૨૦ કન્ટેનમેન ઝોનમાં ૨૦ ઘરના ૮૧ લોકોનો સમાવેશ થાય છે. જ્યારે બુધવારે શહેરમાં ૫,૨૭૨ને અને ગ્રામ્યમાં ૬,૬૭૬ મળી એક જ દિવસમાં કુલ ૧૧,૯૪૨ને કોરોના વેક્સિનેશન કરાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews