જૂનાગઢનાં જયશ્રી રોડ ઉપર ચોરવાડનાં યુવાનની કરપીણ હત્યા : બે સામે ખૂનનો ગુનો દાખલ

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે જયશ્રી રોડ ઉપર સામેની ગલીમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. તિક્ષ્ણ હથીયારોનાં ઘા ઝીંકી અને હત્યા થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવેલ હતું. આ બનાવની જાણ થતાં લોકોનાં ટોળે ટોળા ઉમટી પડયા હતાં. દરમ્યાન આ હત્યા કેસનાં બનાવમાં બે સામે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને પોલીસે તપાસની કામગીરી હાથ ધરી છે. અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢનાં જયશ્રી રોડ પ્લેટીનીયમ કોમ્પલેક્ષની સામે શિતળાકુંડવાળી ગલી નજીક બનેલા એક બનાવમાં એક યુવકનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડયો હતો અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એન.આઈ. રાઠોડ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતાં ઈજાગ્રસ્ત યુવક મૃત હાલતમાં પડયો હતો. તેનાં શરીર ઉપર તિક્ષ્ણ હથિયારનાં નિશાન જાેવા મળતાં આ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. મૃતક યુવકનાં મૃતદેહને પીએમ માટે સીવીલ હોસ્પીટલમાં મોકલવામાં આવ્યો હતો. મરનાર યુવાન ચોરવાડનાં ગડુ ગામનો રાકેશ ઉકાભાઈ બાંભણીયા (ઉ.વ. ૩પ) હોવાનું અને તે જૂનાગઢ શહેરમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. દરમ્યાન પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતાં બે શખ્સોએ તેનાં ઉપર હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન આ હત્યા કેસનાં બનાવ અંગે ખીમજીભાઈ વેલજીભાઈ ઘોસીયા (ઉ.વ. પર) રહે. ખામધ્રોળ સીમવાળી વિસ્તાર જૂનાગઢવાળાએ સન્ની વિજુભાઈ દેવીપૂજક રહે. રાજકોટ અને હાલ જૂનાગઢ તથા સંજય દેવીપૂજક રહે. જૂનાગઢવાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામના આરોપીઓ તથા મૃતક યુવાન બનાવનાં સ્થળે ઉભા હતાં ત્યારે મૃતકે આ કામનાં આરોપી સન્નીને ગાળ આપતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ અને ઝગડો કરવા લાગ્યા હતાં. દરમ્યાન મૃતક રાકેશને આ કામનાં આરોપી સંજયે પાછળથી પકડી રાખેલ અને આરોપી સન્નીએ મૃતક યુવાનને છાતીનાં ભાગે છરી મારી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી મોત નિપજાવ્યા અંગેની ફરીયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩૦ર, ૧૧૪, જીપીએકટ કલમ ૧૩પ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. દરમ્યાન આ હત્યા કેસનાં બનાવને ઉકેલવામાં તાત્કાલીક અસરથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જૂનાગઢ ડીવીઝનનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એન.આઈ. રાઠોડ, એલસીબીનાં પીઆઈ એચ.આર. ભાટી, પીએસઆઈ બડવા તેમજ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ, ટેકનીકલ સોર્સ અને બી ડીવીઝન પોલીસ વગેરે દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવેલ હતો અને આ હત્યા કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી બે શખ્સોને રાઉન્ડઅપ કર્યા હોવાનું પણ જાણવા મળે છે. અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!