જૂનાગઢ શહેરમાં કોરોના વિસ્ફોટ : એક જ દિવસમાં ૩૦ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં ૩૦ કોરોના પોઝિટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ સાથે જિલ્લામાં કુલ ૩૨ કેસ નોંધાયા છે. જ્યારે ૧૬ દર્દીએ કોરોનાને માત આપતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે જૂનાગઢની આદર્શ સ્કૂલ અને કેશોદના ચર ગામની સ્કૂલમાં વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થતા સ્કૂલોને બંધ કરાઇ છે. આ અંગે મળતી વિગત મુજબ કોરોના મહામારીએ હવે તેજગતિ પકડી છે. બુધવારે જૂનાગઢ સિટીમાં ૮ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે ગુરૂવારે એકીસાથે ૩૦ કેસ નોંધાયા છે. આમ, એક જ દિવસમાં સિટીમાં કોરોનાના કેસમાં ૩૭૫ ટકાનો ચિંતાજનક વધારો નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં ગુરૂવારે સિટીના ૩૦, કેશોદનો ૧ અને વંથલીનો એક મળી કુલ ૩૨ કેસ નોંધાયા છે. જ્યારે ગુરૂવારે જૂનાગઢ સિટીમાં ૧૩, માળીયા હાટીનામાં ૩ મળી કુલ ૧૬ દર્દીએ કોરોનાને હરાવ્યો હોય તેને ડિસ્ચાર્જ કરાયા છે. આમ, ગુરૂવારે ૩૨ કેસ સામે ૧૬ ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ ૫૦ ટકા થયો હતો. જ્યારે જૂનાગઢની આદર્શ સ્કૂલમાં વિદ્યાર્થીને કોરોના પોઝિટીવ આવ્યો હોય શાળાને બંધ કરવા આદેશ કરાયો છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં હાલ ૩૮ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ૩૮ ઘરના ૧૯૩ લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગુરૂવારે જૂનાગઢ સિટીમાં ૩,૮૪૩ અને ગ્રામ્યમાં ૮,૮૬૩ ને મળી એક જ દિવસમાં કુલ ૧૨,૭૦૬ને કોરોનાની રસી અપાઇ છે. દરમ્યાન કેશોદ તાલુકાની ચર ગામની પે સેન્ટર શાળામાં ધોરણ ૮ની એક વિદ્યાર્થીનીને કોરોના પોઝિટીવ આવ્યો છે. છાત્રા કોરોના પોઝિટીવ આવતા શાળાને ૨ દિવસ માટે બંધ રાખવા રાખવા તંત્રએ આદેશ કર્યો છે. હાલમાં કોરોનાના વધતા જતા કેસ એમાં પણ નાના બાળકોમાં વધતા જતા સંક્રમણથી વાલીઓ પણ ચિંતીત બન્યા છે. દરમ્યાન ગીર-સોમનાથ જીલ્લાના ઉનામાં પણ ૭ને કોરોના પોઝિટીવ આવ્યો છે.અમરેલી જિલ્લામાં ૧૬, ગીરસોમનાથ જિલ્લામાં ૧૫, પોરબંદર જિલ્લામાં ૫ કેસ પોઝિટીવ નોંધાયા પોરબંદર જિલ્લામાં ૯૯૯ વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ૫ વ્યક્તિના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા હતા. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો ૩૨૬૬એ પહોંચ્યો છે. જિલ્લામાં ૬૨૮૮ લોકોને રસી આપવામાં આવી હતી. ગીર-સોમનાથ જિલ્લામાં ૧૫ નવા કેસ નોંધાયા છે. ૧૦૨૪૩ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. જ્યારે અમરેલી જિલ્લામાં ૧૬ કેસ કોરોનાના નોંધાયા  છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

 

error: Content is protected !!