કાર્યક્ષેત્ર નાનું હોય કે મોટું પણ કોઈ એક સંસ્થા ધારે તો એટલું વિશાળ કાર્ય કરી શકે તેનું ઉદાહરણ ચરિતાર્થ થયું છે. જનસમાજની પ્રેરણાથી શરૂ થયેલ શ્રી પુરૂષોત્તમલાલ ગૌસેવા સમાજ ટ્રસ્ટર-વંથલીમાં દાયકાઓથી ગૌમાતાની સેવા કરે છે. આ વર્ષે સમૂહ મનોરથ ઉપરાંત એક રક્તદાનનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકત્ર થયેલ લોહી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અર્પણ કરવાનું નક્કી કરેલ હતું. તે અન્વયે જૂનાગઢના જાણીતા યુવા ઉદ્યોગપતિ અને દાનવીર સંજયભાઈ કૃષ્ણદાસ કોરડીયાની રક્તતુલા કરવામાં આવી હતી. તારીખ ૮ જાન્યુઆરીએ ઠંડીનું મોજુ હોવા છતાં સવારથી જ રક્તદાતાઓનો પ્રવાહ શરૂ થયો હતો. ચુસ્ત કોરોના ગાઈડલાઈન અનુસાર આ કાર્યક્રમમાં થેલેસેમિયા બાળકો પ્રત્યે કરૂણા સાથે સામાજિક જવાબદારીનો અહેસાસ અનુભવાતો હતો. જાેતજાેતામાં રક્તતુલા માટે જાેઈતા કરતાં પણ બે બોક્સ વધુ રક્તદાન થયું હતું. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલ ગોસ્વામી ૧૦૮ શ્રી પરાગકુમારજી મહોદયએ આર્શીવચન આપેલ હતા તેમજ જૂનાગઢ મોટી હવેલીથી ગોસ્વામીશ્રી પિયુષકુમાર મહોદયજીએ શુભેચ્છા સંદેશ પાઠવેલ હતો. પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિત અનેક રાજકીય-સામાજિક આગેવાનો આ આયોજનમાં ઉપસ્થિત રહેલ હતા. વંથલીના દિવાનભાઈ કેશવભાઇ ત્રાંબડીયા સહિતના આગેવાનો તથા અનેક નાના-મોટા કાર્યકરોએ સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હતો. જેની સફળતા માટે અને પોતાની સામાજિક જવાબદારી પૂર્ણ કરી લોહીની અછત ધરાવતા બાળકો માટે આ ઉમદા કાર્ય કરનાર રક્તદાતાઓનો વિશેષ આભાર સંજયભાઈ કોરડીયાએ પોતાના ઉદબોધનમાં ખાસ માનેલો હતો તેમજ આયોજક ટીમને ખુબ ખુબ ધન્યવાદ પાઠવેલ હતા. સન્માનના પ્રતિભાવમાં સંજયભાઈએ ભવિષ્યના સમાજલક્ષી સેવા કાર્યો માટે પોતાની દરેક મદદ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews