રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા બ્રહ્મસમાજના ગરીબ પરિવારોને મકરસંક્રાંતિની ભેટ, કીટ વિતરણ

0

બ્રહ્મ સમાજના અગ્રણી, સમાજના ભામાશા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા ગરીબ ભુદેવ પરિવારોને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરના ગરીબ ભુદેવ પરિવારોને રાજ્યસભાના સાંસદ દ્વારા ૨૦ કિ.ગ્રા.ની માત્રામાં ૩૦૦થી વધુ કીટ તૈયાર કરીને મકરસંક્રાંતિના તહેવારો નિમિતે ગરીબ બ્રાહ્મણ પરિવારોના ઘરમાં રાશન અને મીઠાઈ મળી રહે તેવા હેતુથી વિતરણ કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મારૂતિ કુરિયરના માલિક અને સાંસદ રામભાઈ છેલ્લા ૧૦ વર્ષથી પોરબંદર વિસ્તારના બ્રહ્મ પરિવારોને દિવાળી, જન્માષ્ટમી, નવરાત્રી, હોળી, મકરસંક્રાંતિ વગેરે તહેવારોમાં વર્ષમાં ૬ વખત નિયમિત આ રીતે જરૂરિયાતમંદ ભુદેવ પરિવારોને રાશન કીટ અર્પણ કરે છે અને તે પણ કોઈ જાતના ખોટા દેખાવ કે ફોટા શેસન વગર.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!