Tuesday, August 9

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે વેરાવળમાં પોલીસની મંજૂરી વગર મેરેથોન દોડમાં કોરોનાના નિયમોનું સરેઆમ ભંગ કરી હજારો લોકો દોડયા !

0

ગુજરાત રાજયમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી હોય તેમ દરરોજ રેકર્ડબ્રેક કેસો સામે આવી રહયા છે. એવા સમયે સત્તાધારી ભાજપના પદાધિકારીઓની હાજરીવાળા એક કાર્યક્રમમાં હજારોની મેદની ભેગી કરી કોરોનાની ગાઇડલાઇન્સના સરેઆમ ધજાગરા ઉડાડયાની ઘટના સામે આવતા પ્રબુધ્ધ નાગરીકોમાં રોષની લાગણી જન્મી છે. કોરોનાના કેસોના તરખાટ વચ્ચે વેરાવળમાં ભારત વિકાસ પરીષદ દ્વારા મેરેથોન દોડ યોજવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં સ્પર્ધકો અને નાગરીકોનાં ટોળાં એકત્ર કરી કોવિડના નિયમોનું સરેઆમ ભંગ થઇ રહયાનો નજરો જાેવા મળતો હતો. આ મેરેથોન દોડને સાંસદ રાજેશભાઈ ચૂડાસમા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પીયૂષ ફોફંડી સહિતના રાજકીય પદાધિકારીઓ અને સંસ્થાના હોદેદારોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જેમાં અનેક સ્પર્ધકોએ માસ્ક વગર સોશ્યલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાડતા જાેડાયા હતા. જાે કે, આ મામલો મિડીયામાં ચગતા મુખપ્રેક્ષક રહેલ તંત્રએ મોડેથી આયોજન કરનાર સંસ્થા ભારત વિકાસ પરિષદના કલ્પેશ શાહ વિરૂધ્ધ ગુનો દાખલ લીપાપોતી કરી હતી.આ મેરેથોન દોડમાં ભાજપના સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં કોવિડ નિયમો માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડયા હતા. જેના વિડીયો ફોટો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા જે નિહાળી લોકોમાં ભાજપના જ જવાબદાર પદાધિકારી-નેતાઓએ સામે નારાજગી દર્શાવી નિયમોનું ઉલ્લંધન કરનાર સામે કાર્યવાહી થવી જાેઇએ તેવો સુર વ્યકત કરી રહયા હતા. કોરોનાના નિયમોનું પાલન કરવા સામાન્ય નાગરીકો ઉપર દંડો ફટકારતું સ્થાનીક ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મેરેથોન દોડ સમયે મુખપ્રેક્ષકની ભૂમિકામાં રહેતા લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. વેરાવળમાં મેરેથોન દોડમાં કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડવા મામલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતા આ મામલે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવેલ કે, મેરેથોનનું આયોજન કરનાર ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા મંજૂરી માંગવામાં આવેલ જે આપવામાં આવી ન હતી. હાલ આ મામલે એફઆઈઆર નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે, મેરેથોનનો કાર્યક્રમ સવારે ૬ થી ૧૦ સુધી વેરાવળ ચોપાટી ખાતે યોજાયેલ હતો. જેમાં કોવિડની ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. જેમાં આયોજકો, સ્પર્ધકો સહિત તમામે ગીતો ઉપર નાચ ગાન કરી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા જાેવા મળતા હતા. આ બધુ ચોપાટી ઉપર આવેલ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા, એએસપી અને ડીડીઓના સરકારી બંગલાઓની સામે જાહેરમાં જ થતું હોવાથી સવાલો ઉઠયા હતા.વેરાવળમાં મેરાથોન દોડ યોજવા માટે ભારત વિકાસ પરિષદને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. તેમ છતાં સંસ્થાને કોવિડનો કે સરકારી કાયદાનો ડર જ ના હોય તે રીતે દોડનું આયોજન કર્યું હતું. વેરાવળના જાહેર રસ્તાઓ ઉપર ચાર કલાક સુધી તમાશો ચાલતો રહ્યો તેમ છતાં પોલીસ અને તંત્ર મૂકપ્રેક્ષક બની રહ્યું. જાે કે, સમગ્ર મામલાને લઈ માધ્યમોમાં સવાલ ઉઠતા જ પોલીસ દોડતી થઈ હતી અને દોડના આયોજક સામે ગુનો નોંધ્યો હતો. દોડના આયોજન બાબતે આયોજક સંસ્થા ભારત વિકાસ પરિષદના કલ્પેશ શાહ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ દોડમાં એક હજારથી વધુ જાેડાયેલાં બાળકો-યુવાનોમાંથી મોટા ભાગનાએ માસ્ક પહેર્યાં નહોતાં. આવા સંજાેગોમાં ગીર-સોમનાથ જીલ્લાના કલેક્ટર આર.જી ગોહિલે આ રેલીને કયા સંજાેગોમાં મંજૂરી આપી અને સ્થાનિકોના જીવ જાેખમમાં મૂક્યા  છે ? આ બેજવાબદાર તંત્ર અને આયોજકો સામે કોવિડના નિયમોનો ભંગ કરવા અંગે કાર્યવાહી કરવા સ્થાનિકોમાં માંગ ઊઠી છે. રાજ્યકક્ષાના ટ્રાન્સપોર્ટ અને ટૂરિઝમ મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ આ રેલી યોજાતાં પહેલાં સમીક્ષા કરી હતી. ત્યારે મીડિયાએ મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થાય તો શું તકેદારી રાખવી એ અંગે પૂછતાં જવાબદાર મંત્રીએ જવાબદારીપૂર્વક જણાવ્યું હતું કે ‘મારા ધ્યાન ઉપર છે, હું જાેઈ લઉં છું’. વેરાવળમાં મેરેથોન દોડના આયોજન દરમ્યાન નિયમોના ધજાગરા ઉડતા ચાલુ સ્પર્ધાએ જ સવાલો ઉઠયા હતા. તેમ છતાં દોડના આયોજકોને કોઈનો ડર જ ના હોય તે રીતે દોડ પૂર્ણ થયા બાદ ચોપાટી ઉપર સેલિબ્રેશનનો એક કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સ્પર્ધકો ગીત સંગીતના તાલે ઝૂમતા જાેવા મળ્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!