જૂનાગઢ મનપાનાં કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશી તથા સલીમભાઈ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટની દર્શન ઈલેવન વિજેતા બની

0

લોકડાઉન બાદ જૂનાગઢ મનપાનાં કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશી તથા સલીમભાઈ દ્વારા આયોજિત સ્વ. દિલીપ દવે કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે ફરી ક્રીકેટ પ્રેમીઓના માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરમાંથી નામાંકીત  ખેલાડીઓએ અલગ અલગ ટીમ તરફથી ભાગ લીધો હતો અને જૂનાગઢ વોર્ડ નંબર ૩ ના ભાજપના કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશી, સલીમભાઈ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર નહિ પરંતુ ભારતના જુદા-જુદા રાજયો મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, ગોવાના ખેલાડીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો, જેમાં રવિવારના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી. જેમાં દર્શન ઇલેવન રાજકોટ અને એલ.કે સ્ટાર રાજકોટ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં દર્શન ઇલેવન રાજકોટ વિજેતા બની હતી, જેને બે લાખ બાવીશ હજાર બસો બાવીસ રોકડા ઈનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જ્યારે રનર્સ-અપ ટીમ એલ.કે સ્ટાર રાજકોટને એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રોકડા  ઈનામ અને ટ્રોફી આપવામાં આવી હતી. મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝ પ્લેયરોને પણ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢનાં અગ્રણી ડોલરભાઈ કોટેચાના સાથ સહકાર અને હિન્દુ રક્ષક ટીમના યુવાનોની મહેનતે આ ટુર્નામેન્ટ સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી. ફાઇનલ મેચના અંતે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, દાદુભાઇ દરબાર, એઝાઝ બાપુ, અસ્લમ કુરેશી, અજીતભાઈ સોરઠીયા, હાજી અસરફ હાલા, હસનભાઈ (ભાવના પરોઠા હાઉસ), નોવેલ્ટી ફર્નિચર હરેશભાઈ ગોધવાણી વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. અને ભાગ લેનાર ખેલાડીઓએ પણ આવી ટુર્નામેન્ટ દર વર્ષે યોજાય એવી શુભકામના પાઠવી ઈચ્છા વ્યક્ત કરી હતી. વધુમાં અબ્બાસભાઈ કુરેશી અને સલીમભાઈએ પણ આ ટુર્નામેન્ટમાં સાથ સહકાર આપવા બદલ સૌનો આભાર માન્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટરો જૂનાગઢના હતા તે અવસાન પામેલ છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!