જૂનાગઢ પોલીસની કોરોના સામે લડત  વિવિધ વિસ્તારોમાં લોકોને માસ્ક પહેરાવાયા

0

જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રજાનાં હિતની કામગીરી વારંવાર કરવામાં આવે છે અને આ કામગીરીને પ્રજામાંથી બિરદાવવામાં આવી રહેલ છે. હાલ કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને માસ્ક પહેરતા થાય તે માટેનું પોલીસ તંત્ર દ્વારા માસ્ક અભિયાન હાથ ધરવામાં આવેલ છે. હાલ કોરોના મહામારીની ત્રીજી લહેર આવી ગઇ છે. ત્યારે સંક્રમણથી બચવા માસ્ક પહેરવું જરૂરી છે. માસ્ક ન પહેરવાનો દંડ ૧,૦૦૦ છેે. પરંતુ સામાન્ય લોકો આ દંડની રકમ ભરી ન શકે. ત્યારે જૂનાગઢ પોલીસે શહેરના અનેક વિસ્તારોમાં ફરી લોકોને ફ્રિમાં માસ્ક પહેરાવી સાથે માસ્કનું ફ્રિમાં વિતરણ પણ કર્યું છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માસ્ક પહેરવા અંગે લોકોમાં જાગૃતિ આવે અને સામાન્ય મજૂરી કરતા લોકોને દંડ ભરવો ન પડે તે માટે ફ્રિમાં માસ્ક વિતરણ કરવા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના કરી હતી. બાદમાં એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેર, બી ડિવીઝન પીઆઇ એન.આઇ. રાઠોડ, સી ડિવીઝન પીએસઆઇ જે. જે. ગઢવી, તાલુકા પીઆઇ એ.એમ. ગોહિલ સહીતના અધિકારીઓની ટીમે શહેરના રિક્ષા ચાલકો, વાહન ચાલકો, ફ્રૂટ તેમજ અન્ય લારી વાળા, ગરીબો, મજૂરો, ફૂટપાથ ઉપર રહેનારાને માસ્ક પહેરાવી, ફ્રીમાં માસ્કનું વિતરણ કર્યું હતું. આ તકે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસનો હેતુ દંડ ઉઘરાવવાનો નહિ, પરંતુ લોકો માસ્ક પહેરતા થાય, દંડ ભરવો ન પડે તેમજ કોરોના સંક્રમણનો ભોગ પણ ન બને તે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!