જૂનાગઢ શહેરની રવિવારી બજારમાં કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો સર્જાયા હતાં. અને તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવી સ્થિતિ જાેવા મળી હતી. રવિવારી બજારમાં લોકો કોરોના ભૂલ્યા છે અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહયા છે. કોઈજાતની ગાઈડલાઈનનું પાલન પણ થતું નથી. આવા સંજાેગોમાં જૂનાગઢ શહેરમાં કોરોનાનું સતત સંક્રમણ થઈ રહયું હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગેનાં જે કેસોનો આંકડો દર્શાવવામાં આવેલ છે જેમાં જૂનાગઢ શહેરનાં ૪પ કોરોનાના કેસો નોંધાયા છે. જયારે અન્ય બે મળી કુલ ૪૭ કેસો એક જ દિવસમાં નોંધાયા છે. એકલા રવિવારી બજારની વાત નથી પરંતુ તમામ જાહેર સ્થળોએ પણ પબ્લીક કોઈજાતનાં નિયમોનું પાલન ન કરતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. ત્યારે સુકા ભેગુ પણ લીલુ પણ ન બળે તે માટે લોકોએ સાવચેત રહેવું સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું અને કોરોનાથી બચવા તકેદારીનાં પગલા લેવા એજ સાચો ઉપાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews