હત્યા કેસનાં આરોપીની પૂછપરછમાં વધુ એક વાહન ચોરીનો ભેદ ખૂલ્યો

0

જૂનાગઢ શહેરના જયશ્રી રોડ ઉપર તાજેતરમાં થયેલા રાકેશ ઉકાભાઈ બાંભણીયા નામના યુવાનની હત્યાના ગુન્હામાં જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓ (૧) સન્ની વિજયભાઈ જાલણીયા જાતે-દેવીપૂજક(ઉ.વ.ર૦) રહે.લક્ષ્મીનગર, ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે, ખુલ્લા પ્લોટમાં, રાજકોટ અને (૨) સંજય રાજુભાઇ સોલંકી દેવીપૂજક(ઉ.વ.૨૦) રહે.જુના તાલુકા પોલીસ સ્ટેશન પાછળ, તાર બંગલા, સુખનાથ ચોક, જૂનાગઢને હત્યામાં વાપરેલ છરી સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જયશ્રી રોડ ખાતેના ખૂનના ગુન્હામાં પકડાયેલ આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા આપેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઈ. રાઠોડ તથા સ્ટાફના હે.કો. પરેશભાઈ, મુકેશભાઈ, વનરાજસિંહ, રઘુભાઈ સહિતની પોલીસ ટીમ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવતા, આરોપી સંજય રાજુભાઇ સોલંકી ભૂતકાળમાં એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહનચોરીના બે ગુન્હાઓમાં પકડાયેલ હોય, વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરતા, આરોપી સંજય રાજુભાઇ સોલંકી દ્વારા આજથી ચારેક દિવસ પહેલા બસ સ્ટેન્ડ નજીકથી એક મોટર સાયકલ ચોરી કરી, બે દિવસ ફેરવી પેટ્રોલ ખલાસ થતા, મજેવડી ગેઇટ નજીક બિન વારસી છોડી દીધેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. આરોપીની કબૂલાત આધારે પોલીસ ટીમ દ્વારા તપાસ કરતા, હીરો હોંડા પેશન મોટર સાયકલ જીજે-૦૩-બીસી-૯૮૧૪ કિંમત રૂા.૨૦,૦૦૦/-નું મળી આવેલ હતું. જેના નંબર આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા, માલિક અરવિંદભાઈ ગોવિંદભાઇ બરવાડિયા રહે.ઠાકરશી નગર, બ્લોક નં.૧૯, ખાલીલપુર રોડ, જૂનાગઢ હોવાનું જણાતા, સંપર્ક કરતા, પોતાનું વાહન બસ સ્ટેન્ડ પાસેથી ચોરી થાયેલાનું જણાવતા, અરવિંદભાઈ ગોવિંદભાઇ બરવાડિયાની વાહનચોરીની ફરિયાદ લઈ, ગુન્હો નોંધી, આરોપી સંજય રાજુભાઇ સોલંકીની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ, ખૂનના ગુન્હામાં પકડાયેલ અને ભૂતકાળમાં બે વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી સંજય રાજુભાઇ સોલંકીની પૂછપરછમાં વધુ એક વાહનચોરીનો ભેદ ખુલતા, મુદામાલ કબજે કરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.જે. પટેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!