જૂનાગઢ જિલ્લામાં સેવાસેતુના સાતમા તબક્કામાં કુલ ૩.૩૯ લાખ અરજીઓનો નિકાલ કરાયો

0

જૂનાગઢ જિલ્લામાં હાલ સેવા સેતુનો સાતમો તબક્કો કાર્યરત છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લાને આવરી લઇ ૩૦થી વધુ યોજાયેલ સેવા સેતુમાં કુલ ૩,૩૯,૨૫૬ અરજીઓનો નિકાલ કરાયો છે. લોકોને ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકે રેશનકાર્ડ, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવકના દાખલા સહિત ૫૬ જેટલી સેવાઓ સેવાસેતુના માધ્યમથી આપવામાં આવે છે. જિલ્લા કલેકટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેવાસેતુમાં રાજ્યમાં સૌથી વધુ અરજીના નિકાલ સાથે સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ સ્થાને રહયો છે. સેવાસેતુ થકી ગ્રામ્ય વિસ્તારના લોકોને તાલુકા મથક સુધી જવું પડતું નથી. તેમજ સ્થળ ઉપર જ તેમના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવે છે. રાજ્ય સરકારનો અભિગમ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!