જૂનાગઢ તાલુકાના ચોકી ગામે અકસ્માતગ્રસ્ત ઇકોમાંથી રૂા.૪.૪૨ હજારનાં મુદ્દામાલની થયેલ ચોરી

0

જૂનાગઢ તાલુકાનાં ચોકી ગામે અકસ્માતગ્રસ્ત ઈકોમાંથી ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે મળતી વિગત અનુસાર વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા સુરજભાઇ દિનેશભાઇ પરમારની જીજે-૦૩-બીએલ-૮૬૯૯ નંબરની ઇકોને ગત તા.૨૭ ડિસેમ્બરના રોજ જૂનાગઢ તાલુકાના ચોકી ગામે પાસે અકસ્માત નડયો હતો. આથી સુરજભાઇએ તેમની અકસ્માતગ્રસ્ત ઇકો ચોકી પાસે એન.એસ.ફાર્મા પાસે હાઇવે ઉપર રાખી દીધી હતી. પરંતુ આ દરમ્યાન તસ્કરો ઇકોના ત્રણ ટાયર, એન્જીન, ગીયર બોક્ષ, સીટો તેમજ ચાર દરવાજા સહિતની એસેસરીઝનો રૂા.૪.૪૨ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ અંગે સુરજ પરમારે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ જમાદાર પી.એસ.આંગોલીયાએ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!