જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડકમાં રાહત છે અને લઘુત્તમ તાપમાનનો પારો ઉંચો ચડી ગયો છે. તેમ છતાં મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થાય છે. ત્યારબાદ હુંફાળુ વાતાવરણ છવાયેલું રહે છે. આજે ગિરનાર પર્વત ઉપર ૭.૬ ડિગ્રી, નલીયા ૧૦ ડિગ્રી, રાજકોટમાં ૧૩.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આજે જૂનાગઢ સહિત સોરઠમાં વધઘટ થયા વગર ગુલાબી ઠંડી રહી હતી. જૂનાગઢ ખાતે સવારનું લઘુત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રી નોંધાયું હતું. પરંતુ વાતાવરણમાં ૮૫ ટકા લઇ ધુમ્મસ છવાય ગયું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૫ કિમીની રહી હતી. જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે ૭.૬ ડિગ્રી ઠંડી રહી હતી. પર્વતીય વિસ્તારમાં ઠંડીનું મોજું જારી રહેતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય ગયા હતા. ત્યારે ભાવનગર ગોહિલવાડ પંથકમાં ઠંડીનું જાેર ઘટતા લોકોએ રાહત અનુભવી છે. જાે કે, પવનની ઝડપ ૧૪ કિલોમીટર યથાવત રહેવા પામી છે. ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન ૧૪.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૨ ટકા અને પવનની ઝડપ ૧૪.૨ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.
કયાં કેટલી ઠંડી
ગિરનાર પર્વત ૭.૬, નલીયા ૧૦, અમદાવાદ ૧ર.૮, જૂનાગઢ ૧ર.૬, વડોદરા ૧૩.૮, ભાવગનર ૧પ.૦૦, ભુજ ૧૩.૪, દમણ ૧૮.૬, ડીસા ૧૧, દીવ ૧૭, દ્વારકા ૧૬.૩, ગાંધીનગર ૧૦.૮, કંડલા ૧૩.૬, ઓખા ૧૯, પોરબંદર ૧૪.૧, રાજકોટ ૧૩.પ, વેરાવળ ૧૮.પ, સુરત ૧૬.૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.