રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તેણે ટેલિકોમ વિભાગને વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬ની હરાજીમાં હસ્તગત કરેલા સ્પેક્ટ્રમને લગતી સમગ્ર વિલંબિત જવાબદારીઓની અને ભારતી એરટેલ લિમિટેડના ઉપયોગના અધિકારના વ્યવહાર દ્વારા વર્ષ ૨૦૨૧માં હસ્તગત કરેલા સ્પેક્ટ્રમની કુલ રૂા.૩૦,૭૯૧ કરોડ(ઉપાર્જિત વ્યાજ સહિત) ચૂકવણી કરી દેવામાં આવી છે. કંપનીએ ઉક્ત હરાજી/ટ્રેડિંગમાં ૫૮૫.૩ સ્ૐડ સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું હતું. ઇત્નૈંન્એ વર્ષ ૨૦૧૬માં હરાજીમાં હસ્તગત કરાયેલા સ્પેક્ટ્રમને લગતા ઓક્ટોબર ૨૦૨૧ના મહિનામાં વર્ષગાંઠની તારીખે આગોતરી ચૂકવણીનો પ્રથમ હપ્તો ચૂકવ્યો હતો. ટેલિકોમ કંપનીઓને કોઈપણ તારીખે તેમની વિલંબિત સ્પેક્ટ્રમ જવાબદારીઓ પૂર્વચુકવણી કરવા માટે રાહત પૂરી પાડતા ડિસેમ્બર ૨૦૨૧ના મહિનામાં ટેલિકોમ વિભાગના ર્નિણય પછી, ઇત્નૈંન્એ હવે જાન્યુઆરી ૨૦૨૨ મહિનામાં તમામ જવાબદારીઓની આગોતરી ચકવણી કરી દીધી છે, સમગ્ર વિલંબિત જવાબદારીઓ વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૫માં હરાજીમાં અને ત્યારબાદ ટ્રેડિંગ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. આ જવાબદારીઓની ચૂકવણી નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૩૪-૨૦૩૫ સુધીના વાર્ષિક હપ્તાઓમાં કરવાની હતી અને ૭ વર્ષના સરેરાશ અવશેષ સમયગાળા સાથે તેના ઉપર ૯.૩૦% થી ૧૦% પ્રતિ વર્ષનો વ્યાજ દર હતો. કંપનીનો અંદાજ છે કે ઉપરોક્ત આગોતરી ચૂકવણીને પરિણામે વ્યાજના વર્તમાન દરો પ્રમાણે વાર્ષિક લગભગ રૂા.૧,૨૦૦ કરોડ સુધીના વ્યાજ ખર્ચની બચત થશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews