Thursday, December 8

ઘાંટવડના ઇતિહાસમાં પ્રથમ વખત યુવા મુસ્લિમ સરપંચે ગ્રામ પંચાયતનું સુકાન સંભાળ્યું

0

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગ્રામ પંચાયતમાં યુવા મુસ્લિમ સરપંચ અબ્દુલભાઇ મહેતર ઘાંટવડ ગામના વિકાસની બાંહેધરી સાથે સરપંચ પદનો ચાર્જ સંભાળ્યો હતો. ગામમાં ઇતિહાસમાં પ્રથમ વખત યુવા સરપંચ તરીકે મુસ્લિમ સમાજના અબ્દુલભાઈ મહેતર પંચાયત રાજમાં આવ્યા છે. ઘાંટવડના સૌથી યુવા સરપંચ તરીકે પ્રથમ વખત જ ૧૦૮૫ મતની જંગી લીડથી યુવા વયે વિજયી બનેલ અને ૧૨ માંથી ૧૧ સીટમાં જીત મેળવી  ઈતિહાસ બનાવ્યો હતો. અબ્દુલભાઈ મહેતર સરપંચ પદનો પદભાર ગ્રહણ કરનાર હોવાથી આઝાદી પછીના પંચાયતની રાજ્યમાં તમામ પ્રકારના વિકાસથી વંચિત રહેલ ઘાંટવડના મતદારોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જાેવા મળી રહેલ છે, ઘાંટવડ ગ્રામ પંચાયત કચેરીમાં ગઈકાલે બપોરે ૨.૩૦ વાગ્યે પૂર્વ સરપંચ ધીરૂભાઈ મકવાણા પાસેથી અબ્દુલભાઈ મહેતરે  સરપંચ પદનો ચાર્જ સંભાળી ગામના સૌ ગામજનોને સાથે લઈ ભાઈચારાના માહોલમાં ગામના વિકાસ માટે ખાત્રી આપી પોતાની ટર્મમાં ગામની કાયા પલટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!