પાદરૂકા ગ્રામ પંચાયતનાં સદસ્યનું હાર્ટએટેકથી મોત

0

સુત્રાપાડા તાલુકના પાદરૂકા ગામના આહીર યુવા અગ્રણી અને પાદરૂકા ગ્રામ પંચાયતના તાજેતરની ચુંટણીમાં બિનહરીફ સભ્ય તરીકે ચુંટાયેલા ડાયાભાઈ નારણભાઈ વાઢેર (ઉ.વ.૪૮)નું હૃદયરોગનો હુમલો આવતા અવસાન થયેલ છે. તેઓ મળતીયા સ્વભાવના અને સેવાકીય સામાજીક પ્રવૃત્તિ સાથે જાેડાયેલા હતા. ડાયાભાઈ વાઢેરનું અવસાન થતા નાના એવા પાદરૂકા ગામમાં શોકની લાગણી પ્રસરી ગયેલ છે.  સદ્‌ગતની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જાેડાયા હતા.  સદ્‌ગતનું ટેલીફોનીક બેસણું હમીરભાઈ (૯૭૧૪૧-૮૯૯૬૦), વિપુલભાઈ ડાયાભાઈ (૮ર૩૮૮ ૯૮૭ર૯)ના મોબાઈલ નંબર ઉપર રાખેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!