દ્વારકા જિલ્લા એસઓજીના તમામ સ્ટાફને સન્માનપત્ર એનાયત કરતા જિલ્લા પોલીસ વડા સુનિલ જાેશી

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડ્રગ્સ પ્રકરણમાં સારી કામગીરી કરનાર પોલીસ તંત્ર ફરજ બજાવતા ૮ અધિકારી-કર્મચારીઓનું ગણતંત્રના દિવસે  જિલ્લા પોલીસ વડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતેથી એક મહિના પહેલા પકડી પાડવામાં આવેલ ૩૫૦ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં મહત્વની કામગીરીમાં જાેડાયેલ પોલીસ સ્ટાફનું ૭૩માં ગણતંત્રના દિવસે જિલ્લા પોલીસ વડા સુનિલ જાેશીના હસ્તે તમામને સન્માન પત્રક એનાયત કરવામાં આવ્યા હતા. જે લોકોને સન્માનપત્ર એનાયત કરાયા હતા. તેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. જે.એમ. પટેલ, પી.એસ.આઈ. એસ.ઓ.જી.  પી.સી. સિંગરખિયા, એ.એસ.આઈ. મહંમદભાઈ બ્લોચ,  એ.એસ.આઈ. હરદેવસિંહ જાડેજા, એ.એસ.આઈ. ઇરફાનભાઈ ખીરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ માડમ, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!