જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેશીએ ૧૪ કરોડના ખર્ચે ૧૧ નવા રસ્તા મંજૂર કરાવ્યા

0

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જાેષીએ કુલ ૧૪ કરોડના રસ્તાના કામો મંજૂર કરાવ્યા છેે. આ અંગે મળતી વિગત મુજબ અનેક ગામોના રસ્તા અત્યંત જર્જરિત બની ગયા હતા. ત્યારે રસ્તાના નવિનીકરણ માટે ધારાસભ્ય ભીખાભાઇ જાેષીએ સરકારમાં અનેક વખત રજૂઆત કરી હતી. આ રજૂઆતના સંદર્ભે સરકારે મંજૂરી આપતા ધારાસભ્યને મળતી ગ્રાન્ટમાંથી કુલ ૧૧ રસ્તા માટે ૧૪ કરોડ રૂપિયા મંજૂર કરી તેના જાેબ નંબર પણ ફાળવી દેવાયા છે. આમાં રિકાર્પેટ, ડામર અને સીસી રોડનો સમાવેશ થયો છે. ખાસ કરીને ઇવનગર પ્રવેશ માર્ગ માટે ૫૦ લાખ, તલીયાધર એપ્રોચ રોડ માટે ૯૦ લાખ, આંબલીયા-રૂપાવટી રોડ માટે ૧.૫૦ કરોડ, વાલાસીમડી-વાણંદીયા-ઝાલણસર રોડ માટે ૧ કરોડ અને જૂનાગઢ-ધોરાજી રોડ માટે ૨.૫૦ કરોડના ખર્ચે રસ્તા રિકાર્પેટ મંજૂર કરાયા છે. જ્યારે બે ગામોને જાેડતા નોન પ્લાન કાચા રસ્તાઓ આઝાદી બાદ પ્રથમ વખત ડામરથી મઢાશે. આમાં પ્લાસવા-સોનારડી(સીસીરોડ) ૨.૫૦ કરોડ, માખીયાળા-વાલાસીમડી રોડ માટે ૧.૫૦ કરોડ, પ્લાસવા-ઘુડવદર રોડ માટે ૯૦ લાખ મંજૂર કરાયા છે. આ ઉપરાંત સુવિધા પથ યોજના અંતર્ગત પાણીથી ધોવાણ વાળા વિસ્તારમાં ટ્રિમીક્ષ સીસીરોડ મંજૂર કરાયા છે જેમાં ઝાલણસર મસ્જિદથી વાણંદીયા તરફ, પત્રાપસરથી વધાવી તરફ, રૂપાવટી પ્રવેશ માર્ગ માટે કુલ ૫૦ લાખ મંજૂર કરાયા છે. આમ, અનેક ગામોને રસ્તાની સારી સુવિધા મળે તે માટે ધારાસભ્ય ભીખાભાઇ જાેષીએ સરકારમાં રજૂઆત કરી તેમની ગ્રાન્ટમાંથી ૧૪ કરોડ રૂપિયાના રસ્તા મંજૂર કરાવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!