ભવનાથ વિસ્તારમાં સવારે ૭ થી ૧૨ અને સાંજે ૭ થી ૧૨ સાઇલન્ટ ઝોન જાહેર કરવાની માંગ

0

ભવનાથ તળેટીમાં આવેલ કેટલાક આશ્રમો અને વાડીમાં લગ્ન પ્રસંગોના કારણે થતા ઘોંઘાટથી સંતોની સાધનામાં ભારે ખલેલ પડી રહેલ છે. ત્યારે ભવનાથના અમુક વિસ્તારમાં આ પ્રવૃત્તિ બંધ કરાવવા રજૂઆત કરાઇ છે. આ અંગે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર સત્તા મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું છે કે, ભવનાથ તળેટી ધર્મની ધરોહર સમાન ધાર્મિક ભૂમિ છે. અહિં આશ્રમોમાં સંતો અલખની આરાધના અને સાધના કરે છે. જાેકે, કેટલાક આશ્રમો અને વાડીઓ લગ્ન પ્રસંગે ભાડે અપાય છે. ત્યારે આવા લગ્ન પ્રસંગોના કારણે બેન્ડ વાજા, ડીજેના કારણે ભારે ઘોંઘાટ થાય છે અને જેના કારણે સંતોની સાધનામાં ખલેલ પહોંચે છે. પરિણામે સાધુ સમાજમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. આશ્રમનો અર્થ આશરા ધર્મ છે, પરંતુ કેટલાક લોકોએ પોતાના અંગત નાણાંકીય સ્વાર્થ માટે વાડી, આશ્રમો લગ્ન માટે ભાડે આપી ધર્મના નામે ધંધો શરૂ કરી દીધો છે. ત્યારે સાધનામાં ખલેલ ન પડે તે માટે સવારે ૭ થી બપોરના ૧૨ અને સાંજના ૭ થી રાત્રિના ૧૨ સુધી ભવનાથને સાઇલન્ટ ઝોન જાહેર કરવા માંગ છે. જ્યારે ઇન્દ્રભારતી બાપુના ગેઇટથી લઇને રૂપાયતન રોડ સુધીના વિસ્તારને નો પાર્કિંગ ઝોન જાહેર કરવા અથવા વન વે કરવા પણ માંગણી કરાઇ છે. ખાસ કરીને લગ્ન પ્રસંગે સાંકડા રસ્તા ઉપર બસો અને વાહનો ખડકાતા હોય ટ્રાફિકની સમસ્યા પણ માથાના દુઃખાવારૂપ થતી હોય ભવનાથમાં આશ્રમો અને વાડીમાં થતા લગ્ન પ્રસંગો ઉપર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!