વેરાવળ સહિત રાજયના નવ બંદરોમાં મત્સ્ય પ્રવૃતિને વિકસાવવા માછીમારોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી

0

મત્સ્યદ્યોગનું હબ ગણાતા વેરાવળ બંદર સહિત રાજયના નવ જેટલા જુદા જુદા બંદરોમાં મત્સ્ય પ્રવૃતિને વેગ મળે તે મુજબ જરૂરી સુવિધા વિકસાવવા અંગે તથા માછીમારોના અનેક પ્રશ્નોને લઇ સાંસદની આગેવાનીમાં માછીમારોની સંસ્થાનાં એક પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં તમામ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને અંતમાં મુખ્યમંત્રીએ માછીમારો અને બંદરોના પ્રશ્નો વહેલીતકે ઉકેલવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. આ બેઠકમાં પ્રીન્સીપાલ સેક્રેટરી, મત્સ્ય, ફીશરીઝ, મેરીટાઇમ બોર્ડ વિભાગના અધિકારીઓ સામેલ થયા હતા. સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમાની આગેવાનીમાં અખીલ ભારતીય ફીશરમેન એશોસીએશન ગુજરાત પ્રાંતના હોદેદારોનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે બંદરો અને માછીમારોના પ્રશ્નોને લઇ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવા પહોચ્યું હતું. આ પ્રશ્નોને લઇ મુખ્યમંત્રીની હાજરીમાં ચીફ પ્રીન્સી.સેક્રેટરી, મત્સ્ય, ફીશરીઝ, મેરીટાઇમ બોર્ડ સહિતના વિભાગોના અધિકારીઓની હાજરીમાં સાંસદ સહિતના માછીમારોની સંસ્થાના પ્રતિનિધિ મંડળની એક મેરેથોન બેઠક મળી હતી. જેમાં માછીમારો આગેવાનોએ રજુ કરેલ બંદરો અને માછીમારોના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં થયેલ પ્રશ્નોની ચર્ચા અંગે ફીશરમેન સંસ્થાના ગુજરાત પ્રમુખ તુલસીભાઈ ગોહેલે જણાવેલ કે, મત્સ્યદ્યોગના હબ ગણાતા વેરાવળ બંદર સહિત રાજયના તમામ બંદરો ઉપર નિયમિત વાર્ષીક ડ્રેજીંગની કામગીરી કરાવી જરૂરી હોય તે અંગે નિતી બનાવી અમલવારી કરવી. ઉપરાંત વેરાવળ, માઢવાડ, સુત્રાપાડા સહિત રાજયના ૯ જેટલા બંદરોને મત્સ્ય બંદર તરીકે ઝડપભેર વિકસાવવાની કામગીરી કરવી જરૂરી છે. કારણ કે, દરેક બંદરો ઉપર ક્ષમતા કરતા વધુ ફીશીંગ બોટો હોવાથી માછીમારીની કામગીરી બાધિત થતી હોવાથી રોજગારીનો મોટો પ્રશ્નો ઉભો થઇ રહયો છે. જેથી આ મુદાને ગંભીરતાથી લઇ બંદરોના વિકાસની કામગીરી ઝડપભેર વાસ્તવીક રીતે થાય તે જરૂરી છે. અન્યથા વિશ્વમાં પ્રખ્યાત ગુજરાતનો મત્સ્યદ્યોગ પડી ભાંગવાની ભિતી છે. વધુમાં ફીશીગ બોટોના ડીઝલ કવોટામાં વધારો કરવા અને સંપૂર્ણ વેરા માફ ડીઝલ માછીમારોને મળવા અંગે ર્નિણય કરવા, ફાઈબર હોડીધારકો માટે કેરોસીનનાં કવોટામાં વધારો કરવા અને કેરોસીન ઉપર આપવામાં આવતી સબસીડીની રકમમાં વધારો કરવા ર્નિણય કરવો, માછીમારી માટે કેરોસીનની અવેજમાં વપરાતા પેટ્રોલની ખરીદીમાં રાહત આપવી, ઓ.બી.એમ. એન્જીનની ખરીદી ઉપરની બાકી નિકળતી સબસીડીની રકમ વહેલીતકે ચુકવવા, વેરાવળના ભિડીયા વિસ્તારમાં જીએમબી હસ્તકની જગ્યામાં ફીશ માર્કેટ બનાવવાનો ર્નિણય કરવા, જે રીતે જમીન ખેડૂતોને  કિશાન ક્રેડીટ કાર્ડનો લાભ મળે છે તેવી રીતે માછીમારોને મળતો થાય તેની અમલવારી કરાવવા, પોરબંદરમાં ફેસર લકડી વિસ્તારમાં બંદર બનાવવા બાબતે રજુઆતો કરવામાં આવેલ હતી. બેઠકના અંતમાં મુખ્યમંત્રીએ તમામ પ્રશ્નો અંગે અધિકારીઓ પાસેથી માહિતી લઇ હકારાત્મક અભિગમ સાથે માછીમારોના મોટાભાગના પ્રશ્નો પરત્વે વહેલીતકે યોગ્ય ઘટતુ કરવાની ખાત્રી આપી હતી. બેઠકમાં ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, અગ્ર સચિવ એમ.કે. દાસ, મત્સ્યોદ્યોગના સચિવ નલીન ઉપાધ્યાય, મેરીટાઈમ બોર્ડના અવંતિકા સિંઘ,  ફીશરીઝ કમિશ્નર નિતીન સાંગવાન સહિત સબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહયા હતા. જયારે માછીમારોના પ્રતિનિધિ મંડળમાં ફીશ એક્ષપોર્ટ એસોસીએશન ઓફ ઈન્ડીયાના પ્રેસીડન્ટ જગદીશભાઈ ફોફંડી સહિતના માછીમાર આગેવાનોએ રજુઆતો કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!