Friday, June 9

જૂનાગઢનાં ચોબારી ગામનાં આશાસ્પદ યુવાન સરફરાઝ હાલાનો ઈન્તેકાલ : મંગળવારે ઝીયારત

0

જૂનાગઢનાં સેવાભાવી યુવાન સિકંદરભાઈ સુલેમાનભાઈ હાલાના નાના ભાઈ મર્હુમ સરફરાઝભાઈ (સફુ) (ઉ.વ. રપ)નું તા. ૩૦નાં રોજ ઈન્તેકાલ થતાં મુસ્લીમ સમાજમાં શોક છવાયો છે. અત્યંત સરળ સ્વભાવનાં સરફરાઝભાઈ ગતરાત્રે તા. ૩૦નાં રોજ ઉલ્ટી થતાં શ્વાસનળીમાં ખોરાક ફસાઈ જતાં તેઓનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. તેઓ ત્રણ વર્ષનાં પુત્ર, પત્ની અને પરીવારને વિલાપ કરતા છોડી ગયા છે. તેઓની ઝીયારત તા. ૧ને મંગળવારનાં રોજ ચોબારી પ્રાથમિક સ્કુલ સામે સવારે ૧૦ થી ૧૧ રાખેલ છે. મો. નં. ૮ર૬૪૦ ૧૯૯૯.

error: Content is protected !!