પાંચ માસથી ફરાર આરોપીને ગોંડલ ખાતેથી ઝડપી લેવાયો

0

છેલ્લા ૫ માસથી ફરાર છેતરપિંડીના ગુનાના આરોપીને સી ડિવીઝન પોલીસે ગોંડલથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વિવિધ ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો બનાવી ખાસ પેટ્રોલીંગ હાથ ધરાયું હતુું. દરમ્યાન સી ડિવીઝન પીએસઆઇ જે.જે. ગઢવી અને સ્ટાફની ડ્રાઇવ દરમ્યાન બાતમી મળી હતી કે, ગોંડલના હસનભાઇ અબ્દુલભાઇ પરીયત સામે સી ડિવીઝન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી. આરોપીએ લોખંડના વેપારી પાસેથી માલ લઇ નાણાં ન આપી છેતરપિંડી કરી હતી. આ આરોપી ગોંડલ બસ સ્ટેશન પાસે છે. બાદમાં એક ટીમ મોકલી આરોપીને ગોંડલ ખાતેથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!