તાલુકા લેવલનાં કલા મહાકુંભમાં માંગરોળનાં સ્પર્ધકો ઝળકયા

0

જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દિહોરા તથા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા તાલુકા લેવલનો કલા મહાકુંભ કન્વિનર સુનીલભાઈ કાચાના માર્ગદર્શન હેઠળ પાર્થ એજ્યુકેશનલ એકેડેમી ખાતે યોજાયો હતો. જેમાં માંગરોળ તાલુકાના ૬ થી ૧૪ વર્ષ,૧૫ થી ૨૦ વર્ષ તેમજ ૨૧થી ઉપરની વયજુથમાં સાહિત્ય, સાંસ્કૃતિક, કલા એમ ત્રણ વિભાગની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણાયક તરીકે રમેશભાઈ જાેશી, વિક્રમભાઈ ગોહેલ, અભયભાઈ ગરેજા, રાજેશ્વરીબેન ઓઝા, હેતલબેન ભિન્ડી, અંજનાબેન ભટ્ટે ખુબ ઉમદા કાર્ય કર્યુ હતું. તેમજ પાર્થ એજ્યુકેશનલ એકેડમીના ટ્રસ્ટી દિપુભાઈ, કાનજીભાઈ, કાળુભાઈ  પ્રિન્સિપાલ તથા સ્ટાફ મિત્રોએ તમામ સ્પર્ધકો તેમજ સ્કૂલના આંગણે પધારેલ તમામ અતિથિઓને આવકારેલ હતા. આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દિહોરા તેમજ પાર્થ અજ્યુકેશનલ એકેડમીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!