ભાવિકોનાં હૃદયમાં રહેલા.. જૂનાગઢના ખ્યાતનામ સંત કાશ્મીરી બાપુ સમાધીસ્થ

0

ગિરનાર જંગલનાં આમકુ બીટ વિસ્તારમાં આવેલ દાતારેશ્વર મહાદેવની જગ્યાનાં મહંત અને નિરંજની અખાડાનાં વરીષ્ઠ સંત પૂ. ઓમકારપુરીજી બાપુ કે જેઓ કાશ્મીરી બાપુનાં નામે પ્રખ્યાત હતાં. જેઓ ગઈકાલે સવારે સાત વાગ્યાની આસપાસ આશ્રમ ખાતે બ્રહ્મલીન થતાં સાધુ-સંતો અને સેવાગણમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અને દૂર દૂરથી ભાવિકો અને સંતો આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતાં. પૂ. કાશ્મીરી બાપુનાં પાર્થિવદેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. અને આજે બપોરનાં સમયે ગિરનાર જંગલનાં આમકુ બીટ વિસ્તારમાં દાતારેશ્વર જગ્યાનાં મહંત અને નિરંજની અખાડાનાં વરીષ્ઠ સંત પૂ. કાશ્મીરી બાપુને સંતો અને ભાવિકોની ઉપસ્થિતિમાં સમાધી આપવામાં આવી હતી. ઘણા વર્ષો સુધી સાધનામાં રહેલા એક સંત અને ઓલીયા પુરૂષ એવા કાશ્મીરી બાપુને સંતો અને ભકતજનોએ ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાયો હતો. સંત કાશ્મીરી બાપુના અવસાનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. સંત કાશ્મીરી બાપુનું ગઈકાલે અવસાન થયુ છે. તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર ઉપર દત્ત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું.  સિદ્ધહસ્ત તરીકે પૂજનીય ગણાતા કાશ્મીરી બાપુનું ૯૭ વર્ષની વયે અવસાન થયું છે. તેઓએ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. ત્યારે ગઈકાલે તેમનો દેહવિલય થતા ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.  કાશ્મીરી બાપુનાં પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. તેમનાં દર્શનાર્થે ભાવિકો અને સંતો ઉપસ્થિત રહયા હતાં. દૂર દૂરથી ભાવિકોનો પ્રવાહ આવી પહોંચ્યો હતો. બ્રહ્મલીન સંત  પૂ. કાશ્મીરી બાપુને નિરંજની અખાડાના વરીષ્ઠ સંતો પ્રયાગરાજથી વાઘંમ્બરી ગાદીનાં મહંત બલવીરપુરીજી ઉપરાંત મુંબઈનાં મહાલક્ષ્મીનાં હનુમાન મંદિરનાં મહંત કેશવપુરીજી તેમજ પૂ. બાપુનાં ગુરૂભાઈ હરગોવિંદપુરીજી તેમજ નિરંજની અખાડાનાં સંતો ઉપરાંત પરબધામનાં પૂ. કરશનદાસ બાપુ, ચાંપરડાનાં મહંત પૂ. મુકતાનંદ બાપુ તેમજ સંત ગણે પણ ભાવભેર શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.  આશ્રમ ખાતે પૂ. સંતો તેમજ સેવક દિલીપસિંહ રાણા તથા જીતુભાઈ પંડયા અને શૈલેષભાઈ પંડયાએ વ્યવસ્થા જાળવી રાખી હતી. ઉપરાંત પૂ. શેરનાથ બાપુનાં આશ્રમ પાસેથી પૂ. બાપુનાં દર્શને આવતાં યાત્રિકોથી ભીડ જાેવા મળતાં ભવનાથ પોલીસ ચોકીનાં પીએસઆઈ એમ.સી. ચુડાસમાએ તાત્કાલીક અસરથી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અને સાધુ સંતોનાં વાહનો  સિવાય અન્ય વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!