ઉપલા દાતારના મહંત ભીમબાપુ ભાવૂક થઈ ગયા

0

ગિરનારી સંત એવા કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતા ઉપલા દાતારની જગ્યાનાં મહંત ભીમબાપુએ તેમનાં વિષે ભાવુક થઈને ભૂતકાળની તેમની સાથે વિતાવેલી યાદોને વાગોળી હતી. તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરી બાપુનો ઉપલા દાતાર સાથે અને  પટેલ બાપુ સાથે એક અનોખો નાતો હતો. તેઓ જયારે અહી જંગલનાં માર્ગે આવતા ત્યારે ભીમબાપુ તો નાના હતા, ત્યારે તે સમયમાં કાશ્મીરી બાપુ અહી ધુણી ધખાવીને તપ-સાધના કરતા હતાં. પટેલ બાપુ સાથે તેઓ ભજન કરીને ભકિતમાં લીન થતા હતાં. પટેલ બાપુએ તેઓને દાતારના અખંડ દિવામાંથી એક જયોત પ્રગટાવીને કાશ્મીરી બાપુને આપી હતી. જે જયોત અહીથી તેઓનાં આશ્રમ ખાતે લઈ ગયેલ ત્યાં હજુ તે અખંડ જયોત સમાન પ્રગટી રહી છે. તેમનાં વિષે જેટલું કહીએ એટલું ઓછું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!