૮૮.૯ ટકા વિદ્યાર્થીઓનો ઓનલાઈનને બદલે ઓફલાઈન (પ્રત્યક્ષ શિક્ષણ) ભણવા ઉપર મત

0

હવે આપણે કોરોનાની ત્રીજી લહેરમાંથી બહાર નીકળી રહ્યા છીએ કારણ કે, શાળાઓ પણ ખુલ્લી ગઈ છે. બાળકો અને શિક્ષકો બંને રાજીપો અનુભવે છે તેનું કારણ એ છે કે, આપણે ઓનલાઈન શિક્ષણથી ઘણાબધા પાસાઓથી વંચિત રહ્યા છીએ. શાળાનું વાતાવરણ, શાળાનાં શિક્ષકો, પ્રત્યક્ષ શિક્ષણ, મિત્રો, વ્યવસ્થિતતા, નિયમિતતા વિગેરે આ બધાની અસર શિક્ષણ ઉપર હકારાત્મક પડતી જાેવા મળે છે. વિદ્યાર્થી સક્રિય રહે છે તો શું ઓનલાઈન શિક્ષણની અસર ખરેખર વિદ્યાર્થીઓની કાર્યક્ષમતા ઉપર પડે છે કે કેમ ? તે જાણવા માટે બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ મનોવિજ્ઞાનનાં મદદનીશ પ્રાધ્યાપક ડો. ભાવનાબેન કે. ઠુંમરે ર૩પ લોકોનો પ્રાથમિક લેવલે સર્વે કરી અભ્યાસ કર્યો હતો. ૮૮.૯ ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઈન શિક્ષણ કરતા ઓફલાઈનમાં ભણવાનું એટલે કે શાળાએ જઈને પ્રત્યક્ષ ભણવાનું પસંદ કર્યું હતું. જયારે માત્ર ૧૧ ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઈન શિક્ષણ પસંદ કર્યું હતું. ૯૧.પ ટકા વિદ્યાર્થીઓને નેટવર્કની મુશ્કેલીનાં કારણે યોગ્ય સમયે ઓનલાઈનમાં જાેડાવું મુશ્કેલ બનતું હતું. જેથી તે શીખી શકતા ન હતા. જયારે સર્વે પ્રમાણે માત્ર ૮.પ ટકા વિદ્યાર્થીઓને નેટવર્કની મુશ્કેલી ન હતી. ૬૭.ર ટકા વિદ્યાર્થીઓને ઘણીવાર પોતાનાં ભાઈ કે બહેનનાં લેકચર તેમની સાથે જ હોવાથી પોતાને લેકચર જતો કરવો પડયો છે. તેને કારણે શિક્ષણમાં સાતત્ય ન જળવાતા આવા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહયા. જયારે ૩ર.૮ ટકા વિદ્યાર્થીઓને પોતે એકલા હોવાનાં કારણે કે, આર્થિક સધ્ધર હોવાથી મોબાઈલ પોતાનો હોવાથી લેકચર ગુમાવવો પડયો નથી. ૭૬.૬ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું કે, શિક્ષણ ઓનલાઈન હોવાથી સ્કૂલનાં મિત્રોને પણ મળી શકાતું નથી તેની અસર પણ શિક્ષણ ઉપર પડતી જાેવા મળી હતી. જયારે ર૩.૪ ટકા વિદ્યાર્થીઓને શાળા મિત્રોને ન મળવાથી શિક્ષણ ઉપર અસર પડતી નથી તેવું સર્વેમાં જણાયું નહી. અહીં, નોંધવા જેવી બાબત એ છે કે, ૮૦ ટકા વિદ્યાર્થીઓએ સ્વિકાર્યું  હતું કે, શિક્ષણ ઓનલાઈન હોવાનાં કારણે ભણવામાં આળસનું પ્રમાણ વધારે જાેવા મળ્યું હતું. માત્ર ર૦ ટકા જ વિદ્યાર્થીઓએ આળસનું પ્રમાણ વધ્યું નથી તેમ કહ્યું હતું. ૪૮.૯ ટકા વિદ્યાર્થીઓએ સ્વિકાર્યું હતું કે, ઓનલાઈન શિક્ષણ ચાલતું હોય ત્યારે શિક્ષક ભણાવતા હોય પરંતુ તે ઓનલાઈન ગેમ રમી લેતા હતા.  જયારે પ૧.૧ ટકા વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપતા હતા. ૭૮.૩ ટકા વિદ્યાર્થીઓમાં શાળાએ ન જવાનાં કારણે તેઓ ભણવામાં, દૈનિકક્રિયામાં, કપડા કે વાળ ઓળવવામાં, જમવામાં, હોમવર્કમાં કે અન્ય કોઈ કાર્યમાં અનિયમિત વધારે થઈ ગયા હતા તેવું સ્વિકાર્યું હતું. જે દર્શાવે છે કે, તેમની અસર શિક્ષણ ઉપર સીધી થતી જાેવા મળે છે. જયારે ર૧.૭ ટકાની નિયમિતતામાં બહુ ફેર જાેવા મળ્યો નથી. ૬૮.૯ ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણતા ભણતા મિત્રો સાથે ફેસબુક, ટિવટર કે ટેલિગ્રામનો ઉપયોગ કરતા હતા. જયારે ૩૧.૧ ટકા વિદ્યાર્થીઓ તેનાં ઉપર નિયંત્રણ રાખતા હતા. ૭૮.૩ ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણને કારણે એકલતા મહેસૂસ કરતા હતા. જયારે ર૧.૭ ટકા વિદ્યાર્થીઓ આમાંથી બાકાત હતા. ૭૭.૯ ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ઓનલાઈનનાં કારણે શિક્ષણની સમસ્યાઓ સિવાય પણ અન્ય વ્યકિતગત સમસ્યા પોતાનાં શિક્ષકને કહી શકતો નથી. પ્રત્યક્ષ શિક્ષણમાં શિક્ષક હંમેશા વિદ્યાર્થીઓની દરેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે મદદ કરતો જાેવા મળે છે. જયારે રર.૧ ટકા વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે, ઓનલાઈનમાં પણ બધાની વચ્ચે તે પોતાની સમસ્યા રજૂ કરી શકે છે. આમ, સર્વે ઉપર નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે, ઓનલાઈન શિક્ષણની તુલનામાં પ્રત્યક્ષ શિક્ષણથી વિદ્યાર્થીઓ વાંચન-લેખન, નિયમિતતા, સક્રિય કસરત અને પોતાનાં મિત્રો, શિક્ષણ કે પ્રિન્સિપાલને મળતો હોવાથી મનથી પ્રફુલ્લિત રહે છે અને તેની અસર તેની કાર્યક્ષમતા ઉપર પડે છે. આ સર્વેક્ષણ માટે બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજનાં મનોવિજ્ઞાન વિભાગનાં મદદનીશ પ્રાધ્યાપક ડો. ભાવનાબેન ઠુમ્મરને બહાઉદ્દીન કોલેજનાં પ્રિન્સિપાલ ડો. પી.વી. બારસીયા અને મનોવિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ પ્રો. બી.બી. જાેશી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!