પૂ. ભાઈશ્રીનાં આર્શિવાદ મેળવતા જૂનાગઢનાં નવનિયુકત મેયર ગીતાબેન પરમાર

0

ગઈકાલે જૂનાગઢનાં શિવગોરક્ષ આશ્રમ ખાતે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પધારી બે કલાક રોકાણ કરેલ હતું. આશ્રમનાં મહંત પૂ. શેરનાથબાપુ સાથે આત્મીયતાથી જાેડાયેલ પૂ. ભાઈશ્રીએ રોકાણ દરમ્યાન અનેક ભાવિકોને દર્શન અને આર્શિવચન આપેલ હતાં. જેમાં તાજેતરમાં જ મેયર તરીકે નવનિયુકત થયેલ ગીતાબેન પરમારે પૂ. શેરનાથ બાપુનાં આશ્રમે આવી પૂ. ભાઈશ્રીનાં આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતાં. અને પૂ. ભાઈશ્રીએ ઉપવસ્ત્ર ઓઢાડી મેયરને અને તેમનાં પતિને આર્શિવાદ આપ્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!